GujaratMadhya Gujarat

વડોદરાના યુવકે ભારે કરી, ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા બની ગયો નકલી પાયલોટ અને પછી…..

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થયો છે. જ્યારે આજે આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરામાં ગર્લફ્રેન્ડ પોતાની તરફ આકર્ષવા માટે નકલી પાયલોટ બની ફરતો યુવક પોલીસ હાથે ઝડપાયો છે. તેમાં પણ આરોપી ચાર ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે નકલી પાયલોટ બન્યો હોવાનું જાણકારી સામે આવી છે.

તેની સાથે એર ઇન્ડિયાના પાયલોટની ઓળખ આપી એરર્પોટમાં પ્રવેશતા સુરક્ષાકર્મીઓ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આતંકી હોવાની શંકાથી IB સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમની પૂછપરછમાં આશ્ચર્યજનક ખુલાસો થયો હતો. તેમાં પણ એવો ખલાસો થયો છે કે, આરોપી અસલી પાયલટ બનવાની ઈચ્છામાં નકલી પાયલોટ બની ગયો હતો.

જાણકારી મુજબ, પાયલોટ હોવાનું કહીને અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં ગર્લફ્રેન્ડ બનાવી રાખી હતી. યુવતીઓને પાયલોટના યુનિફોર્મમાં ફ્લાઇટ સાથે તસ્વીર મોકલી ઈમ્પ્રેસ કરતો રહેતો હતો. પોલીસ દ્વારા યુવક પાસે જ ગર્લફ્રેન્ડને મેસેજ કરાવવામાં આવ્યો હતો કે, હું પાયલોટ રહેલ નથી. મુંબઈના 20 વર્ષીય રક્ષિત માંગેલાને પૂછપરછ બાદ હકીકત સામે આવ્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.