Gujarat

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પઠાણ ગેંગના ત્રણ યુવકોએ વિદ્યાર્થીની કરી છેડતી

વડોદરાની એમ એસ યુનિવર્સિટી હવે ફરી વિવાદમાં આવી છે. MSU માં પઠાણ ગેંગનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ દ્વારા કોમર્સ મેઈન-યુનિટ બિલ્ડિંગ પાસે બે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થિનીની છેડતી પણ કરવામાં આવી છે. ત્યારે એમ એસ યુનિવર્સિટી લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગઈ છે.

એવામાં વડોદરાની એમ એસ યુનિવર્સીટીમાં વિદ્યાર્થિનીની છેડતી ઘટના ઘટી છે. Sy. Bcom ની વિદ્યાર્થિનીની ત્રણ વિધાર્થીઓ દ્વારા છેડતી કરવામાં આવી છે. કેમ્પસમાંથી વિદ્યાર્થિની ચાલતી જતી હતી તે સમયે તેને બિભત્સ ઈશારા કરવામાં આવ્યા હતા. ત્રણેય વિધાર્થીઓ દ્વારા વિદ્યાર્થિનીને આંખો અને હાથથી બિભત્સ ઇશારા કરવામાં આવ્યા હતા. ત્યારે આ વિદ્યાર્થીઓ પઠાણ ગેંગના હોવાનું નામ સામે આવ્યું છે. Sy. Bcom ના અબુ પઠાણ, રિયાન પઠાણ અને સાહીદ શેખ નામના વિધાર્થીઓના નામ છેડતી પ્રકરણમા નામ સામે આવ્યું છે. વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે.

જ્યારે પઠાણ ગેંગ દ્વારા ફરી એકવાર એમએસયુમાં માથુ ઉચકવામાં આવ્યું છે. ત્યારે આ ગેંગ દ્વારા ફરીથી યુનિવર્સિટીના સત્તાધીશોને પડકાર ફેંકવામાં આવી રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે. યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી પાસે પાર્કિંગમાં વિદ્યાર્થીને બાઇક અડી જવા મુદે એક વિદ્યાર્થી પર 10 થી 15 યુવાનો દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો. યુનિટ બિલ્ડિંગ પર પણ એક વિદ્યાર્થીને આ જ ગેંગના વિદ્યાર્થી દ્વારા માર મારવામાં આવતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

તેની સાહે એમ એસ યુનિવર્સિટી દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયો છે. એક અઠવાડિયા અગાઉ પણ કોમર્સ ફેકલ્ટીમાં જ કેટલાક વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષિકાને બિભત્સ ચિત્રો દોરીને પણ બતાવ્યા હતા. એમ એસ યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં ગઈકાલના 5 થી 6 વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. તો બોયઝ હોસ્ટેલના એક વિદ્યાર્થીનો ગાંજાની સિગારેટનો દમ મારતો ફોટો વાયરલ થઈ ગયો હતો. આ સિવાય બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની દારૂ અને ચિકનની પાર્ટીનો વીડિયો પણ આ અગાઉ સામે આવ્યો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે