VadodaraGujarat

વડોદરા : હરણી તળાવ દુર્ઘટનાના મૃતકોના પરિવાજનોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને કરી આર્થિક સહાય

વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આ મામલાને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકો તેમજ 2 શિક્ષકોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને 51000 ની આર્થિક સહાયની રકમ આપી છે.

જાણકારી મુજબ, વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરક ઉપસ્થિતિમાં સહાયની રકમ સુપ્રત કરાઈ હતી. શહેરના હરણી સ્થિત તળાવ ખાતે ગત 18 જાન્યુઆરીના રોજ બોટ પલ્ટી જતા માસૂમ બાળકો અને શિક્ષકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના પછી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી VYO દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને પ્રત્યેકને રૂ.51,000ની સહાય સમર્પિત કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો. તેના ભાગ સ્વરૂપે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, માંજલપુર ખાતે પુજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજની હાજરીમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોના પરિવારને આર્થિક સહાય સમર્પિત કરાઈ હતી.

18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટવાની ઘટનામાં શાળાનાં 12 બાળકો અને 2  શિક્ષિકાનાં મૃત્યુ થયાં હતા.  બોટમાં 27 લોકો સવાર હતા. જેમાં 23 બાળકો અને 4 શિક્ષક હતાં. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાયાં હતા. બાળકોની સલામતી માટે બોટિંગ વખતે લાઇફ જાકીટ પૂરાં પડાયાં નહોતાં, જેના કારણે બોટ પલટતાં બાળકોનાંડૂબી જવાથી મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલ ના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે  બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા