South GujaratGujaratValsad

વલસાડના પારડીમાં બનેવીએ 13 વર્ષીય સગીર સાળી પર આચર્યું દુષ્કર્મ, સાસુ વચ્ચે પડ્યા તો….

વલસાડના પારડીમાંથી સંબંધોને શર્મસાર કરનાર ઘટના સામે આવી છે. સગી સાળી પર બનેવી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 13 વર્ષની સગી સાળી સાથે બનેવી દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાનું જાણકારી સામે આવી છે. આ ઘટના વલસાડના પારડીમાં ઘટી હોવાની જાણકારી સામે આવી છે. છેલ્લા છ મહિનાથી સાળીને લગ્નની લાલચ આપીને બનેવી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હતું.

તેની સાથે આરોપી દ્વારા સાસુ સહિત કોઈને પણ આ બાબતમાં ન કહેવાની ધમકી આપવામાં આવી હતી. જ્યારે સાળી અને સાસુને જાનથી મારી નાખવાની પણ ધમકી આરોપીએ આપી હતી. એવામાં અંતે સગીરાની માતા દ્વારા કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી બનવીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સાસુ દ્વારા જમાઈ સામે નોંધવામાં આવેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી જમાઈ છેલ્લા 6 મહિનાથી લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. પરંતુ મોટી દીકરીનું ઘર ઉજળી જવાના ભયથી જમાઈને સાસુ દ્વારા અવારનવાર સમજાવવામાં આવી રહ્યો હતો. પરંતુ જમાઈ સમજતો ન હોવાની સાથે તેમને ધમકી આપી રહ્યો હતો. તેના લીધે સાસુ દ્વારા જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં પારડી પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ શરુ કરવામાં આવી છે.