SaurashtraGujaratJunagadh

વેરાવળમાં પતિએ પત્ની પર ધોળા દિવસે છરી વડે કર્યો હુમલો, કારણ જાણીને થઈ જશો ચકિત….

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે વેરાવળ શહેરમાં દહેજના લીધે એક પરિણીતાની મુશ્કેલીમાં વધારો થયો છે. પરિણીતાને પિયરમાંથી પાંચ લાખ લઈ આવવાની માગ કરી પતિ દ્વારા પરણીતા ઉપર છરી વડે જાહેર માં હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેના લીધે પરિણીતાને ગંભીર ઈજા પહોંચતા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી છે. જ્યારે પરિણીતા દ્વારા પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની સાથે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, પતિ દ્વારા હુમલો કરવામાં આવેલ પરિણીતાનું નામ દિવાળી કિશનભાઈ વાંદરવાલા રહેલ છે. 40 વર્ષીય દિવાળીબેન ના લગ્ન 21 વર્ષ અગાઉ કિશન વાંદરવાલા સાથે થયા હતા. જ્યારે દામ્પત્ય જીવન તેમને સંતાનમાં ત્રણ દીકરી રહેલ છે. પરિણીતાના જણાવ્યા અનુસાર લગ્નના બે-ત્રણ વર્ષમાં જ તેનો પતિ તેને નાની-નાની બાબતોમાં અવારનવાર મારઝૂડ કરતો રહેતો હતો. એવામાં ત્રણ દીકરીઓ હોવાના લીધે હું આ બધું સહન કરી રહી હતી.

પરિણીતા દ્વારા વધુમાં જણાવવા આવેલ મુજબ, તેનો પતિ કંઈ કમાતો નહોતો અને દારૂ પીને રહેતો હતો. એવામાં અંતે કંટાળીને છેલ્લા ચારેક વર્ષથી પરિણીતા તેના પતિથી અલગ પોતાના મોટાબેન ને ત્યાં પુત્રી સાથે રહેવા લાગી હતી. ત્યાર બાદ તે મછી માર્કેટ માં છૂટક મજૂરી કામ કરી પોતાની દિકરીઓનું ભરણ પોષણ કરતી હતી. તેમ છતા તેના પતિ તેનો પીછો કરતો અને પરિણીતાને તેના માવતર ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લાવવા અવારનવાર માંગણી કરતો રહેતો હતો. એવામાં 21 તારીખના રોજ પરિણીતા મછી માર્કેટમાં મજૂરીકામ માટે જઈ રહી હતી તે દરમિયાન તેનો પતિ કિશન પીછો કરી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી પરિણીતા પર જાહેરમાં છરી વડે હુમલો કરી દીધો હતો. તેમ છતાં ત્યા હાજર લોકો દ્વારા બચાવી તેને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં પરિણીતા દ્વારા તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.