AAPBjpCongressGujaratIndiaNewsPolitics

વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે અને કોંગ્રેસમાં કાગડા ઊડવા લાગ્યા ? ભાજપનો ખેસ પહેરવા એક પછી એક લાઇનો લાગવા માંડી

રાજ્યમાં વિધનસભાનની ચૂંટણી નજીક આવી છે,તેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં નેતાઓ સહિત કાર્યકરોની પણ ઉથલપાથલ જોવા મળી રહી છે.થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક એમ વિજય સુંવાળા પછી મહેશભાઇ સવાણીએ પણ રાજીનામું આપ્યું હતું.હવે વાત કરીએ તો કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે.

સમાચાર અનુસાર,જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.તેઓએ ટ્વિટ કરતા જણાવ્યુ છે કે તેઓ ૨૨ ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે.અત્યારે કોંગ્રેસના નેતાઓ પણ એક પછી એક એમ પાર્ટી છોડી ભાજપનો ખેસ પહેરવા લાગ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રમુખ હીરાભાઈ પટેલ પણ આજે ભાજપમાં જોડાયા આ સિવાય પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના બીજા આગેવાનો પણ ભાજપમાં જોડાયા.વધુમાં સામે આવ્યું છે કે,જૂનાગઢના માંગનાથ પીપળી સહિતના પાંચ ગામના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે.મહેસાણા જિલ્લામાં પણ કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે.વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસ સદસ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.બહુચરાજીથી કોંગ્રેસ પાર્ટી છોડી ૨૦ જેટલા આગેવાન સાથે ૨૦૦ કાર્યકર ભાજપમાં જોડાયા.

Related Articles