BjpGujaratPolitics

બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી ને લઈને વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવાનો છે. તેની સાથે સુરત શહેરમાં 26 અને 27 મીના રોજ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવેલ છે. તેની સાથે ગુજરાતમાં તેમનો દસ દિવસ સુધીનો દરબાર લાગશે. જ્યારે આજે બાબા બાગેશ્વર અમદાવાદમાં આવવાના છે. એવામાં બાબાના આગમન પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી દ્વારા દિવ્ય દરબારના કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના દરબાર ને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે.
પૂર્વ CM વિજય રૂપાણી દ્વારા  બાગેશ્વર  ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ના મુદ્દા પર જણાવવામાં આવ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી  બાબા હનુમાનજી ના ઉપાસક રહેલા છે. તેમનો દિવ્ય દરબાર પણ યોજવામાં આવી રહ્યો છે તે ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે તેમની સાથે છીએ. ગઈકાલના મીટીંગ કરવામાં આવી હતી તેના માટે અમે બધા ભેગા થયા હતા. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે રહેલા છીએ.
તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું કે, બાબા દ્ધવારા ર્મ અને સંસ્કૃતિની વાત કરવામાં આવી છે. કોઈ ચમત્કાર ની વાત કરે છે, કોઈ પોતાનું દુઃખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય રહેલો છે. અમારુ કહેવું છે કે, ધર્મ એ શ્રદ્ધાનો વિષય રહેલો છે. અમે સનાતન ધર્મ સાથે રહેલા છીએ. કોંગ્રેસ લઘુમતી ના મત મેળવવા હંમેશા તુષ્ટીકરણ કરતું રહે છે. એ લોકોને આ વાત યાદ જ છે. લઘુમતીઓના મત મેળવવા માટે હંમેશા કોંગ્રેસ દ્હિવારા ન્દુઓ અને હિન્દુ સંકૃતિનો વિરોધ કરવામાં આવે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે