ગુજરાતનું એ ગામ જ્યાં ગામના લોકો અને સહકારી મંડળીના સહયોગથી ગામને મળ્યો સોલાર સિસ્ટમનો લાભ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું ખેતી પર નિર્ભર એવું 250 મકાન ધરાવતા તખતગઢ ગામ સોલાર રૂફટોપ સિસ્ટમને લઈને હાલ ચર્ચામાં છે. પહેલા તો દોઢ થી બે લાખ રૂપિયા ખર્ચ કરીને ઘરોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવી એ ગામના સામાન્ય ખેડૂત પરિવારો માટે શક્ય નહોતું. પરંતુ સ્થાનિક આગેવાનો તેમજ મંત્રીના ચેરમેન સરપંચ દ્વારા મંડળીમાંથી ગામડાના લોકોને લોન આપવાની સુવિધા કરવામાં આવી. જેના લીધે થઈને ગામોના 80 ટકા ઘરોમાં સોલાર સિસ્ટમ લગાડવા માટે સફળતા મળી. સાબરકાંઠા સહકારી બેન્ક દ્વારા પ્રતિ વ્યક્તિને 1 લાખ 30 હજાર જેટલી લોન આપવામાં આવી હતી. ગામમાં 80 તક ઘરોમાં સોલાર સિસ્ટમ લાગી જવાથી લોકોને લાઈટ બિલમાં મોટી રાહત મળી છે.
ઉલ્લેખનીય છે કે, સોલાર રૂફટોપ સિસ્ટમમાં સરકાર દ્વારા સબસીડી પણ જાહેર કરવામાં આવી હતી. જોકે સોલાર સિસ્ટમ લગાવવામાં દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવાના કારણે મધ્યમ વર્ગમાં આવતા પરિવારો આ સીસીટમ લગાવી શકતા નહતા. જોકે તખતગઢ ગામના લોકો અઓલર સિસ્ટમ કાવી શકે તે માટે ગ્રામ પંચાયત તેમજ ગામ દ્વારા ગામમાં જ આવેલ સાબરકાંઠા સહકારી બેંકને મધ્યસ્થી બનાવીને પ્રત્યેક વ્યક્તિને 1 લાખ 30 હજાર રૂપિયા સુધીની લોન આપવાની સુવિધા કરી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, રાજ્યના લોકો સોલાર સિસ્ટમ લગાવી શકે તે માટે અનેક યોજનાઓ જાહેર કરતી હોય છે. પરંતુ કેટલાક કારણોસર તમામ લોકોને તેનો લાભ મળતો નથી. તેવું જ આ ગામમાં પણ સામે આવ્યું હતું. પરંતુ ગામ લોકો તેમજ સ્થાનિક સહકારી મંડળીના સહયોગના કારણે આજે તમામ વિસંગતતાઓ દૂર થઈ ગઈ અને ગામના 80% ઘરોને સોલાર રુપટોપ સિસ્ટમનો લાભ મળી રહ્યો છે