તાપીના ઉચ્છલના સુંદરપુરની પ્રાથમિક શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓને દારુ લેવા મોકલતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
શિક્ષણજગતને લાંછન લગાવનાર ઘટના સામે આવી છે. આવી ઘટના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવી છે. આ શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને જ્ઞાન આપવાની જગ્યાએ દારૂ પીવાની સાથે-સાથે દારૂ લેવા મોકલવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યો છે. ગ્રામજનો દ્વારા આ મામલામાં શિક્ષકનો વિરોધ કરવામાં આવ્યો છે.
જાણકારી મુજબ, ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં દારૂ ના નશામાં હંમેશા ચૂર થઈ શાળાએ અવારનવાર શિક્ષકને લઈને વિધાર્થીઓનાવાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેની સાથે વિધાર્થીઓના વાલીઓ દ્વારા ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજુઆતમાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષક દ્વારા વર્ગખંડમા ભણાવવાની જગ્યા પર દારૂ પીને પડી રહેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેની સાથે આ મામલામાં તંત્ર દ્વારા શિક્ષક વિરૂદ્ધ સખ્ત પગલા ભરવામાં માંગ કરવામાં આવેલ છે. એવામાં શિક્ષણ જગતને લાંછન લગાવનાર આ ઘટનાને લઈને અભ્યાસ કરતા બાળ માનસ પર શું પડી હશે તેને લઈને ઉભા થયા છે. તેની સાથે આ મામલામાં જવાબદાર અધિકારી દ્વારા ઝડપથી પગલા ભરવામાં આવે તેને લઈને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.