બોલિવૂડ જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું છે. તેમના નિધન સાથે ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ફિલ્મ ઉદ્યોગમાં સાજિદ-વાજિદ ની પ્રખ્યાત જોડીના વાજિદ ખાન નું મોડીરાત્રે નિધન થયું છે.
રિપોર્ટ્સ અનુસાર વાજિદ ખાન કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા અને તેની હાલત વધુ બગડતાં તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કમ્પોઝર સલીમ મર્ચન્ટે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેણે ટ્વીટર પર લખ્યું કે સાજિદ-વાજિદની જોડીના મારા ભાઈ વાજિદના મૃત્યુના સમાચારથી હું હેરાન છું. અલ્લાહ તેના પરિવારને શક્તિ આપે. વાજિદ ભાઈ, તમે બહુ વહેલા નીકળી ગયા.
આ સાથે જ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રિયંકા ચોપડાએ ટ્વીટ કર્યું,દુઃખદ સમાચાર. એક વાત હું હંમેશા યાદ રાખીશ તે છે વાજિદ ભાઈનું હાસ્ય. તે હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જલ્દી ચાલ્યા ગયા. તેમના કુટુંબ અને શોક વ્યક્ત કરનારા લોકો પ્રત્યેની મારી સંવેદના.
સાજિદ-વાજિદની જોડી બોલિવૂડના દબંગ સલમાન ખાન માટે સંગીત આપતી રહી છે. વાજિદ ખાને સાજિદ સાથે મળીને સલમાન માટે ઘણા ગીતો ડિરેક્ટ કર્યા. તેમાં દબંગના પ્રખ્યાત ગીતો પણ શામેલ છે.સાજિદ-વાજિદે તેની કારકિર્દીની શરૂઆત 1998 માં સલમાન ખાન સ્ટારર ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી કરી હતી. આ પછી જોડીએ એક પછી એક હિટ ફિલ્મ માટે સંગીત આપ્યું.
ચોરી ચોરી, હેલો બ્રધર, મુઝસે શાદી કરોગી, પાર્ટનર, વોન્ટેડ, દબંગ (1,2 અને 3) જેવી ફિલ્મ્સ શામેલ છે. સાજિદ-વાજિદ જોડીએ તાજેતરમાં સલમાન ખાન માટે તાજેતરમાં જ ‘ભાઈ-ભાઈ’ ગીત પણ કમ્પોઝ કર્યું હતું.