ચેતજો : વલસાડમાં કોફી કલ્ચર કાફેના સિઝલર માં નીકળ્યો વંદો
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત વલસાડથી સામે આવી છે. વલસાડ ખાતે આવેલ કોફી કલચર રેસ્ટોરન્ટમાં સિઝલર માંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી ફૂડ વિભાગ ને મળતા ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર ને 15 દિવસની ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, વલસાડ ના અબ્રામા ખાતે આવેલ હોટલમાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ સિઝલર માં વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહક દ્વારા આ મામલામાં ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આ બાબતમાં તપાસ શરૂ કરી હતી.
ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસમાં હોટલના કિચનમાં ગંદકી જોવા મળી હતી. તેના લીધે ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર કેફે સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર હોટલને નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા કોફી કલચર ને 15 દિવસની ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી.