South GujaratGujaratSurat

ચેતી જજો! સુરતમાં એક એવી ઘટના સામે આવી જેને સાંભળીને થઈ જશો ચકિત…

બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. એક રિક્ષાચાલક દ્વારા બાળકી સાથે ગંદી હરકતો કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પરંતુ એક મહિલા દ્વારા તેનો વીડિયો ઉતારી લેતા રિક્ષાચાલકની કાળી કરતૂત સામે લાવવામાં આવી હતી.

જાણકારી મુજબ, સુરતના સગરામપુરા રહેનાર રિક્ષાચાલક દ્વારા 11 વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યામાં આવી હતી. ત્યાર બાદ તેણે ફોનમાં વીડિયો ઉતારીને છોકરીની બિલ્ડિંગમાં રહેનાર એક વિદ્યાર્થીને આ બાબતમાં જાણ કરી હતી. તેના લીધે વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો અને તેની માતાને વીડિયો બતાવ્યો તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. માતા દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકી દ્વારા કહેવામાં આવ્યું કે, રિક્ષાચાલક દ્વારા તેને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેના લીધે તેને ઘરે આ બાબતમાં જણાવ્યું નહોતું.

આ બાબતમાં માતા દ્વારા બાળકીને વિગતવાર પૂછવામાં આવતા તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રિક્ષાચાલક અખ્તર છેલ્લા ત્રણ મહિનાથી સગરામપુરા નજીક 8-10 મિનિટ રિક્ષા ઉભી રાખીને ગંદી હરકતો કરતો રહેતો હતો. અંતે બાળકીની માતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા અઠવા પોલીસ દ્વારા અખ્તર રઝા મુનીયાર (42) સામે રેપ, પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પરિણીત છે, પરંતુ સંતાન રહેલ નથી.

તેની સાથે આરોપી અખ્તર રઝા મુનીયાર દ્વારા પોલીસ સમક્ષ ગુનાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે મોબાઇલ ફોનમાં પોર્ન વીડિયો જોઇને ઉત્તેજિત થઈ જતા બાળકી સાથે ગંદી હરકતો કરતો રહેતો હતો. હાલમાં પોલીસ દ્વારા ફોન FSL માં મોકલી દેવાયો છે. તેની સાથે પોલીસ દ્વારા અખ્તર દ્વારા અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે આ રીતનું વર્તન કર્યું છે કે નહીં તે બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી છે.