AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભયંકર આગાહી, રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદ જોવા મળશે

રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે આગામી દિવસોમાં પણ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે બંગાળની ખાડીમાં ઉદભવેલું ડિપ્રેશન આગળ વધીને છતીસગઢ સુધી પહોંચી ગયું છે. તેના લીધે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ડિપ્રેશન મધ્યપ્રદેશ સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે. આ ઘેરાવો મોટો હોવાના લીધે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી શક્યતા રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 4 થી 6 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. કેમ કે, બંગાળના ઉપર સાગરના ડિપ્રેશનનો ઘેરાવો મોટો રહેવા ના લીધે તે મધ્ય પ્રદેશ સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે. 8 ઓગસ્ટ સુધી ધીમી ધારે વરસાદ જોવા મળશે. તેમજ 8 અને 9 ઓગસ્ટના બફારો વધવાનો છે. જ્યારે 12 થી 17 ઓગસ્ટના વરસાદી માહોલ બનશે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું છે કે, આ વખતે ઓગસ્ટ મહિનામાં ગરમી રહેવાની છે. વાતાવરણમાં અવારનવાર પલટો જોવા મળશે. એવામાં 23 ઓગસ્ટના દરિયામાં હલચલ જોવા મળશે. તેની સાથે લો પ્રેશર એક પછી એક બન્યા કરશે. જ્યારે 30 થી 31 ઓગસ્ટના વરસાદી માહોલ બનશે.

આ સિવાય અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર સુધી નું વાતાવરણ કેવુ રહેશે તેનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઓગસ્ટ બાદ 13 સપ્ટેમ્બર થી ભારે ગરમી જોવા મળશે. જ્યારે 13 થી 20 સપ્ટેમ્બરમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે 23 સપ્ટેમ્બર થી ભારે ગરમીના લીધે ઝેરી જીવજંતુનો ત્રાસ વધવાની શક્યતા રહેલી છે. આ સિવાય 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જવા મળશે. જ્યારે તેમને તેની સાથે ભયંકર આગાહી કરી છે. 17 ઓક્ટબરથી ઓક્ટોબર નવેમ્બરમાં દરિયામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેલી છે.