અમદાવાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ઉભી થયેલ છે. હાલમાં બે-બે સિસ્ટમ સક્રિય હોવાના લીધે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોના વાતાવરણ તેની અસર પણ દેખાઈ રહી છે. તેની સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
તેની સાથે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. તેમાં પણ વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને નોર્થ ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નામી ચેનલને જણાવ્યું છે કે, વાદળઓ ગુજરાત પરથી હટી જશે ત્યાર બાદ ઠંડીમાં વધારો થશે. એવામાં 3 થી 6 માર્ચમાં ઠંડીનો રાઉન્ડ શરુ થશે. રાત્રીના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનું જોર મળશે. તેની સાથે લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતા રહેલી છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધવાનું છે. 3 થી 6 માર્ચમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુંકાતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનો છે. ગુજરાતમાં પણ ભારે પવન જોવા મળવાની છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પવનની ગતિ વધુ રહેવાની છે. શિવરાત્રી સુધી ઠંડા પવનો રહેશે. પવનની અસર બાગાયતી પાકો પર વધુ થવાની છે.