GujaratAhmedabad

ગુજરાતના વાતાવરણમા થશે જોરદાર ઉલટફેર! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી….

ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી અને વરસાદની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આગામી ત્રણ દિવસ ઠંડી બાદ ગરમી પડવાની છે. આ બાબતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26 માં વાદળછાયુ વાતાવરણ રહેવાનું છે. જ્યારે 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાનું છે તેની અસર છેક માર્ચ મહિના સુધી જોવા મળવાની છે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 24, 25 અને 26 માં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 28-29 તારીખના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના લીધે તેની અસર માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેવાની છે. તેની સાથે એ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી વધુ ગરમી પડવાની છે. આ ગરમીના લીધે અરબ સાગર નો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેશે. માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેવાની છે. તેની સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડવાની છે.

અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી માં જણાવવામાં આવ્યું છે કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11 થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો માં હિમવર્ષા થવાની છે. તેના લીધે કમોસમી વરસાદ વરસશે. કરા પડવાની પણ શક્યતા રહેલી છે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ જોવા મળશે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેલી છે.

તેની સાથે ગુજરાતમાં છુટાછવાયા વરસાદ ની પણ આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી સાથે જણાવવામાં આવ્યું છે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છુટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેવાની છે. ત્રણ થી પાંચ માર્ચ દરમિયાન મુંબઈ ના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 5 થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો પણ રહેવાના છે.