ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બન્યો છે. ગુજરાતના ચાર જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપવામાં આવ્યું છે. તેની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એવી જ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં હાલમાં 1 થી 3 ઈંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમના દ્વારા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેવાનો છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની સાથે નદીઓમાં પૂર આવે તેવી શક્યતાઓ રહેલી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ જોવા મળવાનો છે. એ જ રીતે જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદર અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે.
તેની સાથે વધુમાં તેમને આગાહી કરી છે કે, રાજકોટ, ચોટીલા, થાનમાં પણ ભારે વરસાદ જોવા મળશે. જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ અને જંબુસર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે. આ સાથે પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે.
આ સિવાય અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેવાની છે. આ સિવાય ખેડૂતોને જળભરાવને લીધે પાણીના નિકાલ કરવા પ્રયાસો કરવા પડશે. તેની સાથે આ વરસાદમાં ચોમાસુ પાકોનું વાવેતર કરવું શક્ય રહેશે. 10 સપ્ટેમ્બર સુંદરી બંગાળના ઉપસાગર ના લીધે વરસાદ આવશે તો 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી રહેવાનો છે.