રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ તો શું મળી આવ્યું…
સુરત શહેરમાં સારોલી પોલીસે બે યુવકોની ઘાતક હથિયારો સાથે ધરપકડ કરી છે. પોલોસે ધરપકડ કરેલ આરોપી પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના બુરહાનપુર ખાતેથી ઘાતક હથિયારો લઇને ગુનાને અંજામ આપવા અથવા તો કોઈ બીજી વ્યક્તિ સુધી આ હથિયારો પહોંચાડવા માટે સુરત આવ્યા હતા. હાલ તો આ મુદ્દે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે. તેવામાં ગુનાને થતા પહેલા જ અટકાવવા માટે પોલીસ સતત નજર રાખતી હોય છે. ગુનેગારો પર ચાલતી નજર રાખે છે. ત્યારે નિયોલ ચેક પોસ્ટ ખાતે પોલીસ વાહનોની તપાસ કરી રહી હતી. તે દરમિયાન બે શખ્સો એક વાહનમાં ઘાતક હથિયારો સાથે ઝડપાયા હતા. પોલીસ તપાસ દરમિયાન 2 શખ્સો પાસેથી 19 તલવાર અને 10 જેટલા ઘાતક છરા મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બંને શખ્શોમાં એકનું નામ અફસર કુરેશી અને બીજાનું નામ સાબાજી યુનુસખાન છે. બંને આરોપી આપણાં પડોશી રાજ્ય મધ્યપ્રદેશના બુરહાનપુર ખાતેથી આ ઘાતક હથિયારો લઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપવા અથવા તો કોઈ અન્ય ગુનેગારોને બમણા ભાવેથી હથિયારો વેચવા માટે આ લોકો અહીં આવ્યા હોય તેવું લાગતા ન પોલીસે હાલ તો આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, સુરતમાં સતત વધતી ગુનાખોરીને અટકાવવા માટે સુરત પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. અને ગુનો બને તે પહેલા જ ગુનાને અટકાવીને કાર્યવાહી કરે છે. ત્યારે ગતરોજ સુરત પોલીસે આ બંને આરોપીઓને પકડી વધુ એક ગુનાને થતો અટકાવ્યો છે. આમ સુરત પોલીસની આ પ્રકારની કાર્યવાહીને કારણે ગુનાખોરી કરનારાઓમાં ફફડાટ પેસી ગયો છે.