GujaratJamnagarSaurashtra

એવું તું શું બન્યું કે જામનગરમાં આયુર્વેદિક યુનિ.ના વિધાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું?

રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને કોઈ શંકાની બાબત નથી, તેમાં પણ ખાસ કરીને યુવાનો દ્વારા આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા હોવાનું સામે આવતું રહે છે. જેને લઈને પોલીસમાં અનેક ફરિયાદો આવતી રહે છે જેમાં પણ રાજ્યમાં ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં સૌથી વધુ ફરિયાદ સામે આવતી રહે છે. રાજ્યમાં હાલના સમયમાં યુવાધન બરબાદ થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હાલમાં રાજ્યમાં યુવાન યુવકોના આપઘાત ના બનાવો પણ વધારો થઇ રહ્યો છે, જેના અવારનવાર કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવ જામનગરથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આયુર્વેદિક યુનિવર્સિટીમાં રોનક ખરાડી નામનો વિધાર્થી જે એમ.ડી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. મુળ ગાંધીનગરનો વતની અને જામનગર આયુર્વેદિકમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી દ્વારા પટેલ કોલોની એક નંબરમાં આવેલ શ્રી રંગ એપાર્ટમેન્ટના પ્રથમ માળે પેઇનગેસ્ટ તરીકે રહી રહ્યો હતો. જ્યારે તેને પોતાના જ રૂમમાં હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે.

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં એમ.ડી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર એક તબીબી વિદ્યાર્થી રોનક ખરાડીએ આજ સવારેના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુનિવર્સિટીમાં ગમગીન માહોલ ઉભો થઈ ગયો છે. જ્યારે વિદ્યાર્થીએ ક્યા કારણોસર હત્યા કરી તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.

ઘટનાની જાણ થતા જ સીટી બી ડિવિઝનની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમના દ્વારા મૃતદેહ પર કબજો લઈને પીએમ અર્થેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો કે જેઓ ગાંધીનગરમાં રહે છે તેઓને જામનગર બોલાવી લેવામાં આવ્યા છે અને મૃતદેહ નો કબજો તેઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.