GujaratSouth GujaratSurat

સ્કૂલ ટ્રસ્ટી સાથે એવું તો શું બન્યું કે ત્રણ લોકો તેમના પર તૂટી પડ્યા?

ગુજરાતમાં સતત યુપી-બિહાર જેવી ઘટનાઓ બની રહી છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જેમાં સ્કૂલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેના લીધે ટ્રસ્ટી ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી, સુરત શહેરના મુગલીસરા આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડમાં એક પિતા અને બે દીકરા દ્વારા આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી પર કાર હટાવવાની બાબતમાં ઢોર માર મારવામાં આવ્યો છે. ટ્રસ્ટી પર લાકડાના દંડાથી માર મારવામાં આવ્યો હતો. તે બાબતમાં પિતા અને બે પુત્રો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી એડિશન ખાનકર પોતાની કાર લઈને બોયઝ સ્કૂલના કમ્પાઉન્ડમાં સમાજની મિટિંગ માટે આવેલા હતા તે સમયે એક કાર કોઈ વચ્ચોવચ્ચ મુકીને ચાલી ગયું હતું.  તેના લીધે આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી દ્વારા સર્વિસ સ્ટેશન ચલાવતા સાહીદને કમ્પાઉન્ડમાંથી કાર હટાવવાનું કહેવામાં આવતા ઝઘડો થયો હતો. ત્યાર બાદ આરોપીઓ ટ્રસ્ટી એડીશન ખાનકર પર જીવલેણ હુમલો શરુ કરી દેવામાં આવ્યો હતો.

આઈપી મિશન સ્કૂલના કમ્પાઉન્ડ પાસે જ સાહીદ નાલબંધ સર્વિસ સ્ટેશનનું હાલમાં કામ ચાલી રહ્યું છે. ત્યાં જે પણ ગાડી સર્વિસ માટે આવે છે તે ગાડી સ્કૂલના કમ્પાઉન્ડમાં પાર્ક કરી નાખતા હોય છે. આ કારણોસર એક થી બે વાર નોટિસ પણ આપવામાં આવી હતી અને આ મિલકતને લઈ કોર્ટમાં વિવાદ પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. જાણકારી મુજબ, ટ્રસ્ટી દ્વારા લાલગેટ પોલીસમાં અગાઉ એક વાર અરજી કરતા પોલીસ દ્વારા બાપ અને દિકરા સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા.

આ અદાવતમાં સાહીદ નાલબંધ અને તેનો પુત્ર સેબાન નાલબંધ અને ફૈઝાન નાલબંધ દ્વારા આઈપી મિશન સ્કૂલના ટ્રસ્ટી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે ઈજાગ્રસ્ત થતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને સમાજના આગેવાનો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: 53 હજારની નોકરી કરતા આ વ્યક્તિને ઇન્કમ ટેક્સ વિભાગે એવી નોટીસ મોકલી કે હાર્ટએટેક આવતા રહી ગયો

આ પણ વાંચો: CNG અને PNG ગેસના ભાવ ઘટશે,સરકારની આ નવી ફોર્મ્યુલાથી ભાવમાં આટલો ઘટાડો થઇ શકે

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે