કમળ પૂજા શું છે? પતિ-પત્નીએ પોતાનું જ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું જાણો આવું કેમ કર્યું?
રાજકોટ જીલના વીંછિયામાં અંધશ્રદ્ધાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લીધે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. એક દંપતીએ પોતાની જાતે જ પોતાના માથાને ધડથી અલગ કરી પોતાના ખેતરમાં ચાલી રહેલ હવન કુંડમાં હોમી દીધા હતાં. ઇષ્ટદેવને ખુશ કરવા નાતે તાંત્રિકવિધિ બાદ આ દંપતીએ પોતાની જાતે જ પોતાનું માથું કાપી નાખ્યું હતું. આ તાંત્રિકવિધિને કમળપુજા કહેવાય છે. ચોંકાવનારી બાબત એ છે કે દંપતિનું માથું એક સાથે કપાઈને હવન કુંડમાં જ પડે એ માટે આ દંપતીએ જાતે જ એક સ્ટેન્ડ તૈયાર કર્યું હતું. જેમાં દોરીથી લોખંડના એક ખૂબ જ વજનદાર માંચડાની નીચે ધારદાર હથિયાર ફીટ કરી દેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દંપતી પહેલા હવનકુંડ સામે પોતાના માથા રાખીને સૂઈ ગયા અને પછી પોતાના હાથમાં રહેલી દોરી છોડી દેતા સ્ટેન્ડપરથી વજનદાર હથિયાર બંને પતિ પત્નીના ગળા પર પડ્યું અને બંનેના માથા ધડથી અલગ થઈ ગયા હતા. જેમાં પત્નીનું માથું હવનકુંડમાં અને પતિનું માથું હવનકુંડના બદલે ઝૂંપડાના એક ખૂણામાં પડી રહેલું દેખાઈ રહ્યું છે.
નોંધનીય છે કે, ઘટના સ્થળ પરથી આ દંપતીની એક સુસાઈડ નોટ તેમજ એક 50 રૂપિયાનું સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યું છે. આ દંપતિમાં પતિનું નામ હેમુભાઈ તેમજ પત્નીનું નામ હંસાબેન મકવાણા છે. અંધશ્રદ્ધામાં ડૂબેલા બંને પતિ પત્નીએ તાંત્રિક વિધિના નામે એક રીતે નામે આપઘાત કર્યો છે.
તમને જણાવી દઈએ કે, પોલીસે આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હાલ તો સવાલ એ ઉઓજી રહ્યા છે કે, આ પ્રકારની પૂજા કરવાનું કારણ શું છે? શું કોઈએ આ દંપતીને આ પ્રકારની તાંત્રિક વિધિ કરવા માટે ઉશ્કેર્યા હતા? આ તાંત્રિક વિધિ કયા હેતુ માટે કરવામાં આવી હતી? શું આ તાંત્રિકવિધિ અંગે પરિવારના બીજા સભ્યોને જાણ ન હતી? ત્યારે આવા અનેક સવાલોની તપાસ હાલ પોલીસ કરી રહી છે. અને આ કેસનું સાચું કારણ બહાર લાવવા માટે મથી રહી છે.