IndiaAAPPolitics

Arvind Kejriwal ની ધરપકડ બાદ પત્ની સુનીતા કેજરીવાલે શું કહ્યું જાણો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર તેમની પત્ની સુનીતા કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે તમારા ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની મોદીજીએ સત્તાના ઘમંડમાં ધરપકડ કરી છે. તેણે આગળ લખ્યું – દરેકને કચડી નાખવામાં વ્યસ્ત. આ દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે. તમારા મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે ઉભા રહ્યા છે.અંદર હોય કે બહાર, તેમનું જીવન દેશને સમર્પિત છે.સૌ જાણે છે કે તેઓ લોકસેવક છે.જય હિન્દ.

ED એ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તેમને મોડી રાત્રે ED ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. AAPએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેજરીવાલ (55)ની ધરપકડ પર તીખી પ્રતિક્રિયા આપી છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા એલાયન્સનું એક પ્રતિનિધિમંડળ પણ આજે ચૂંટણી પંચને મળ્યું હતું અને EDની કાર્યવાહીને ખોટી ગણાવી હતી.

ED અધિકારીઓ દ્વારા કેજરીવાલની ધરપકડ દરમિયાન, RAF અને CRPF જવાનો ઉપરાંત દિલ્હી પોલીસના વધારાના દળો મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનની આસપાસ તૈનાત કરવામાં આવ્યા હતા. AAP સમર્થકો અને નેતાઓ મોટી સંખ્યામાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન પાસે એકઠા થયા હતા અને EDની કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.