કીર્તિદાન ગઢવીના ડાયરામાં કેમ નહિ ઉડે રૂપિયા? જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં પ્રથમ વખત એવો ડાયરો થવાનો છે તેને લઈને જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. ગુજરાતમાં રૂપિયાના વરસાદનો નહીં પરંતુ રોટલીઓ માટે ડાયરો થવાનો છે. રાજ્યમાં પ્રથમ વખત પશુઓ માટે રોટલીયોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. આ લોકડાયરો જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા યોજવામાં આવશે. જેમાં લોકો પાસેથી રૂપિયાના બદલે રોટલા અને રોટલી પણ લેવામાં આવશે.
પાટણના હાંસાપુર રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર આવેલ છે. આ મંદિરમાં માત્ર રોટલીનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે. સામાન્ય રીતે હનુમાન દાદાના મંદિરે સિંદૂર કે વડા ચડાવવામાં આવે છે. પરંતુ પાટણમાં આવેલ રોટલીયા હનુમાનને માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ રહેલા છે. આ રોટલીયા હનુમાન મંદિર અબોલ જીવોના પેટનો ખાડો પુરવા માટે કામ કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, રોટલીયા હનુમાન મંદિરમાં હનુમાન દાદાને રોટલા અને રોટલીનો પ્રસાદ ચડાવવામાં આવે છે. પાટણ તેમજ આજુબાજુના લોકો રોટલીયા હનુમાન દાદાનાં દર્શને આવે ત્યારે ઘરેથી રોટલી કે રોટલો જરૂર લેતા આવશે. જ્યારે સાંજના આ તમામ રોટલા રોટલીઓને મંદિરના વ્યવસ્થાપકો દ્વારા શ્વાનને ખવડાવવામાં આવે છે.
એવામાં જાણકારી સામે આવી છે કે, 16 એપ્રિલના આ મંદિરનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે આ પ્રંસગ દરમિયાન 16 એપ્રિલના રોજ રોટલીયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રેક્ષકો પાસેથી ટિકિટ તરીકે રૂપિયાના નહીં પરંતુ રોટલા કે રોટલી લેવામાં આવશે. ડાયરામાં આવનાર માટે રોટલો કે રોટલી લઈ આવવું ફરજિયાત રાખવામાં આવેલ છે. તેને ગેટ પર આપ્યા બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવશે.