Ajab GajabGujarat

લગ્નમાં વરરાજા માટે ઘોડી જ શા માટે પસંદ કરવામાં આવે છે ? જાણો આ પરંપરા નું રહસ્ય

ભારતમાં લગ્ન ભારે ધામધૂમથી કરવામાં આવે છે. અહીં લગ્નમાં ઘણી બધી વિધિઓ પણ કરવામાં આવે છે. લગ્નની ચહેર પહેલ એક મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે. દરેક ધર્મમાં અલગ અલગ રીત રિવાજ પ્રમાણે લગ્ન થાય છે. પરંતુ મોટાભાગે એક વાત દરેક લગ્નમાં સામાન્ય હોય છે અને તે હોય છે વરઘોડામાં વરરાજા ઘોડી પર સવાર થઈને જાન લઈને આવે છે.

દરેક વરરાજા માટે ઘોડી ની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પરંપરા શા માટે છે ચાલો તે પણ તમને જણાવીએ.

જ્યારે સંતાન નાનું હોય છે ત્યારે તેના માતા પિતા તેની સંભાળ રાખે છે અને તેના ઉપર કોઈ પણ પ્રકારની જવાબદારી હોતી નથી. પરંતુ જ્યારે યુવકના લગ્ન થાય છે તો તેના ઉપર તેની પત્નીની જવાબદારી પણ આવે છે અને તેને ભવિષ્યમાં લગ્ન જીવનમાં આવનાર દરેક પરિસ્થિતિને સંભાળવાની તૈયારી પણ દાખવવી પડે છે.

તેવામાં માનવામાં આવે છે કે વરરાજા જો ઘોડી ઉપર સારી રીતે ચડી જાય તો તે જીવનમાં આવનારી બધી જ જવાબદારી અને સમસ્યાને સંભાળી શકે તેટલો સક્ષમ હોય છે કારણ કે ઘોડી ઉપર ચડવું પણ એક પ્રકારની પરીક્ષા જ હોય છે. જો વરરાજા ઘોડી પર ચડવાની સફળતા પ્રાપ્ત કરે છે તો ભવિષ્યમાં પોતાની પત્ની અને બાળકોને પણ સારી રીતે સંભાળી શકે છે. કારણકે ઘોડીને કંટ્રોલ કરવી પણ મુશ્કેલ હોય છે.

ઘોડાની સરખામણીમાં ઘોડી ચંચળ હોય છે અને તેને નિયંત્રિત કરવું તેના ઉપર સવાર થનાર વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે. હોળી પર વરરાજાને બેસાડવાનો એક અર્થ એવો પણ થાય છે કે હવે પછી યુવકે બેફિકરી ભર્યું વર્તન છોડીને જવાબદારી ભર્યું વર્તન કરવું પડશે.

ઘોડી પર સવાર થવા પાછળનું એક ધાર્મિક કારણ પણ છે. ભગવાન શ્રી રામે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ત્યારે ઘોડાનો ઉપયોગ કર્યો હતો. ઘોડા પર સવાર થવાનો અર્થ છે કે તમે પડકારનો સ્વીકાર કરો છો. રામાયણ અને મહાભારતમાં પણ દરેક પ્રકારના યુદ્ધમાં શૂરવીરો ઘોડા પર સવાર થાય છે. તેથી લગ્નમાં ઘોડાને બદલે ઘોડીનો ઉપયોગ કરવામાં આવે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે