India

મહિલાએ રેપિડો ડ્રાઇવર પર જાતીય સતામણીનો લગાવ્યો આરોપ, જુઓ આ વીડિયો…

બેંગલુરુમાં રેપિડો બાઇક ચાલક પર 30 વર્ષની મહિલા આર્કિટેક્ટ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેણે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને તેનું યૌન શોષણ કર્યું. આ દરમિયાન તેણે પોતાને બચાવવા માટે ચાલતી બાઇક પરથી કૂદી પડવું પડ્યું હતું. આ ઘટના 21 એપ્રિલે બેંગલુરુના યેલાહંકા ખાતે બની હતી. મહિલાની ફરિયાદના આધારે નોંધાયેલા કેસમાં પોલીસે ડ્રાઈવરની આંધ્રપ્રદેશથી ધરપકડ કરી છે.

ડ્રાઈવરની ઓળખ 27 વર્ષીય દીપક રાવ તરીકે થઈ છે, જે ટિંડલુનો રહેવાસી છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે જ્યારે ડ્રાઈવરે તેને અડવાનું બંધ ન કર્યું તો તેને બાઇક પરથી કૂદી પડવાની ફરજ પડી. જે મહિલા સાથે આ બાબત બની તેનું આ બાબતે કહેવું છે કે 21 એપ્રિલની રાતે મે પોતે ઈન્દિરાનગર જવા માટે રેપિડો બાઇક બુક કરાવી હતી.

મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે તેણે રેપિડો ડ્રાઇવરથી પોતાને બચાવવા માટે ચાલતી બાઇક પરથી કૂદી પડી હતી. જે માણસ બાઇક ચલાવતો હતો તેને આ મહિલા સાથે ખોટી રીતે ટચ કર્યું અને તેને ખોટા સ્થળે લઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જણાવ્યા મુજબ, ઘટનાની રાત્રે લગભગ 11.10 વાગ્યે ડ્રાઈવર મહિલાને મળ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેણે જતા પહેલા OTP (વન ટાઈમ પાસવર્ડ) ચેક કરવાના બહાને તેનો ફોન લઈ લીધો હતો, પણ ઈન્દિરાનગરથી ડોડબલ્લાપુરામાં ડ્રોપ લોકેશન બદલી નાખ્યું હતું. મહિલાનો આરોપ છે કે ડ્રાઈવરે ખોટું લોકેશન મૂક્યું અને બાઈક ચલાવતો રહ્યો. જ્યારે મેં તેને આ પૂછ્યું તો તે ચૂપ થઈ ગયો અને ગાડી ચલાવતો રહ્યો. ત્યારબાદ તેણે ડ્રાઈવર પાસેથી તેનો ફોન છીનવી લીધો, ત્યારબાદ મહિલાને ખબર પડી કે તે નશામાં હતો. આ પછી ડ્રાઈવરે ફોન પાછો ખેંચી લીધો અને બાઇકની સ્પીડ વધારી દીધી. તેની સાથે ઝઘડો પણ થયો હતો.

મહિલાએ બીએમએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ પાસે સ્પીડિંગ બાઇક પરથી કૂદીને પોતાને ઇજા પહોંચાડી હોવાનું કહેવાય છે, જ્યારે બાઇક સવાર તેનો ફોન લઇને ભાગી ગયો હતો. ખાસ વાત એ છે કે બાઇક પરથી કૂદી રહેલી મહિલાની સ્થિતિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેણે ઈન્દિરા નગરમાં રહેતા તેના મિત્રને ફોન કરીને આ બધી ઘટનાની જાણ કરી હતી.