પાટણ હાઈવે પર મહિલા કારચાલકે બાઈક સવાર પિતા-પુત્રને અડફેટે લેતા પિતાનું કમકમાટી ભર્યું મોત, પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ અકે ઘટના પાટણ હાઈવે પરથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પાટણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર પિતા-પુત્ર જઈ રહ્યા હતા તેમાં પિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પુત્રને ગંભીર ઈજાઓ થતા તેન સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેની સાથે કારચાલક મહિલાને પણ સામાન્ય ઈજા પહોંચી હોવાની જાણકારી સામે આવી છે.
તમને જાણવી દઈએ કે, પાટણ પાસે આવેળા નાયતા ગામના પિતા પુત્ર પોતાના બાઈક ઉપર સવાર થઈને પાટણ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાટણ થી શિહોરી તરફ એક મહિલા કાર લઈને આવી રહી હતી. મહિલા ચાલક દ્વારા બાઈક સવાર પિતા-પુત્રને અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે પિતા-પુત્ર રસ્તા પટકાયા હતા. તેના લીધે બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે કારચાલક મહિલાની કારની એર બેગ ખુલી જવાના કારણે મહિલાને સામાન્ય ઈજા થઈ હતી.
ત્યાર બાદ ઇજાગ્રસ્ત થયેલા બન્ને પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ પિતા રામચંદજી વણાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર પ્રભાતજી ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત દરમિયાન કાર ચાલક મહિલા ફુલ સ્પીડમાં કાર ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. મહિલા દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી આ મામલામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.