GujaratNavsariSouth Gujarat

નવસારીની પૂર્ણા નદીમાં મહિલાએ ઝંપલાવ્યું, તરવૈયાઓએ નદીમાં ઉતરી દોરડાની મદદથી મહિલાનો જીવ બચાવ્યો

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમકે દિવસેને દિવસે આવી ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે. નવસારીની પાસે આવેલ પૂર્ણા નદીમાં એક અજાણી મહિલા દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં મહિલાનો જીવ બચી ગયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી શહેર પાસે આવેલ પૂર્ણાં નદી બ્રિજ પરથી એક અજાણી મહિલા દ્વારા ઝંપલાવવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે સ્થાનિક લોકો મહિલાને નદીમાં પડતા જોઈ ગયા હતા. આ કારણોસર સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મહિલાને બચાવવા પાણીમાં પડ્યા અને મહિલાનો જીવ બચાવી લીધો હતો. સ્થાનિક તરવૈયાઓ દ્વારા દોરડા વડે મહિલાને બહાર કાઢવામાં આવી અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. તેમ છતાં મહિલા દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.

તેની સાથે તમને જણાવી દઈએ કે, નવસારીના પુર્ણા નદી પરથી ભૂતકાળમાં અનેક વખત આપઘાતની ઘટના સામે આવી છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા અહીં પ્રોટેક્શન ગ્રીલ લગાવવામાં આવી નથી. આ બાબતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા પૂર્ણા નદી પર પ્રોટેક્શન ગ્રીલ અંગે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. તેને લઈને લોકોમાં ભારે રોષ રહેલો છે.