સુરતમાં રિક્ષા ના ભાડા માં વધારો થતા મહિલાઓએ કર્યો ઉગ્ર વિરોધ, પોલીસે થાળે પાડ્યો મામલો
સુરત શહેર થી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલના લીધે રિક્ષાઓના ભાડામાં વધારો કરાયો છે. ત્યારે આ ભાડાના વધારાને લીધે સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલા ઓ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. મહિલાઓ રસ્તા પર આવી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો.
તેની સાથે મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, જે રીતે રિક્ષાનું ભાડું વધાર્યું છે. તે જોતા અમારો પગાર પણ વધારવામાં આવો જોઈએ. તેની સાથે જ ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધુ રહેલ છે. તેને પણ ઘટાડવામાં આવવો જોઈએ. તેના લીધે રીક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકશે. બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેનો ઘટાડો થઈ જશે.
આ મામલામાં સુનિતા નામની મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ વધારો કરવામાં આવ્યો છે. અમારી ત્રણ મુખ્ય માંગો રહેલી છે. રિક્ષા ના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય રહેલો છે. તેને પણ ઘટાડી દેવામાં આવે. આજે અમે દોઢસોથી વધુ મહિલાઓ દ્વારા તેને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. તેમ છતાં પોલીસ દ્વારા આવી ને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પરંતુ અમારી માંગો યથાવત રહેવાની છે.