સુરત: જશુભાઈ પટેલની આંખમાં 2 મહિનાથી દુખાવો થતો હતો, ડોક્ટરોએ આંખની અંદર એવી વસ્તુ જોઈ કે તેઓ ચોંકી ગયા
Surat- ભરુચના 70 વર્ષના જશુભાઈ પટેલને છેલ્લા બે મહિનાથી એક આંખમાં ખુબ દુખાવો થતો હતો.જશુભાઈએ અનેક દવાઓ લીધી પણ કાયયથી તેમને રાહત ન મળતા ડોકટરો પણ કઈ સમજી શકતા ન હતા. છેવટે જશુભાઈની આંખનું માઈક્રોસ્કોપિક ઈન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું.તપાસમાં જે મળ્યું તે જોઈને ડોકટરો ચોંકી ગયા.
ડોક્ટરોએ જોયું કે દર્દીની આંખમાં સાત સેન્ટિમીટર લાંબી જીવતી ઈયળ હતી.આંખની સર્જરી કરવી પણ ખૂબ જ જોખમી હતી પરંતુ ઈયળને કાઢવા માટે સર્જરી સિવાય કોઈ ઉપાય હતો નહીં. છેવટે ભરુચની નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓપરેશન કરીને આંખમાંથી યલ કાઢવામાં આવી હતી.
ડોક્ટરોના મતે આવો કિસ્સો બહુ જ ઓછો જોવા મળે છે. ઉંમરને કારણે સર્જરી કરવામાં મુશ્કેલી આવે તેની જાણ અગાઉથી જ દર્દીને કરવામાં આવી હતી. બાદમાં 30 મિનિટના ઓપરેશન બાદ ડોકટરો દ્વારા 7 સેમી લાંબી જીવતી ઈયળ બહાર કાઢવામાં આવી હતી.