AhmedabadGujarat

WTC ફાઇનલ મેચ: બ્રિટનની ધરતી પર ભારતનું રાષ્ટ્રગીત ગાઈને ગુજરાતની દીકરી વધારશે ભારતનું ગૌરવ

આજથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરૂ થઈ રહી છે. આ મેચ ઈંગ્લેન્ડના સૌથી સુંદર શહેરમાના એક એવા લંડનમાં રમાઈ રહી છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા સફેદ કપડામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફીને જીતવા માટે એકબીજા સામે ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ ઈતિહાસ રચવા માટે આગળ વધી રહી છે ત્યારે આ ક્રિકેટ મેચ થકી ગુજરાતની એક દિકરી પણ પોતાનું નામ ઈતિહાસમાં અંકિત કરાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મૂળ ધંધુકાની અને હાલ લંડનમાં વસવાટ કરતા એવા ગીતા બા ઝાલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાઈને થી ગૂંજી ઉઠશે ઈંગ્લેન્ડનું ભારતને બહુમાન અપાવશે. ગુજરાતના ધંધુકા તાલુકા ખાતે આવેલ અડવાળ નામના ગામની દીકરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ભારતનું રાષ્ટ્રીય ગીત ગાવાની તક મળી છે ત્યારે આ દીકરી લંડનમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈને ભારતનું ગૌરવ વધારશે.

ગીતાબા ઝાલાએ જણાવ્યું હતું કે, ‘એક ગુજરાતી તરીકે આ મારા માટે ખૂબ ગર્વની વાત છે કે હું ઇંગ્લેન્ડમાં વસવાટ કરતા હજારો ભારતીયો અને ભારતની મેચ જોવા માટે આવેલા લોકોની હાજરીમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈશ. ગીતાબાને ભારતનું રાષ્ટ્રગીત ગાવા માટે LCBએ આમંત્રિત કર્યા છે. તમને જણાવી દઈએ કે, ગીતા બા ઝાલા એક ખૂબ જ પ્રખ્યાત ગાયક કલાકાર છે. 1992માં ગીતાવા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. મૂળ ધંધુકાના એવા ગીતાબાનો જન્મ બ્રિટનમાં થયો છે. તેઓ રાજસ્થાનના અજમેરમાં જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે અજમેર ડિસ્ટ્રિક્ટની ગર્લ્સ ક્રિકેટ ટીમમાં ભાગ લીધો હતો.