South GujaratGujaratSurat

સુરતમાં લગ્નમાં દારૂની બોટલ માથે રાખીને યુવકને ડાન્સ કરવો પડ્યો ભારે, વીડિયો વાઇરલ થતાં પોલીસે કરી ધરપકડ

સુરતમાં યુવકને લગ્ન પ્રસંગમાં ડીજે પાર્ટીમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરવો ભારે પડ્યો છે. કેમ કે યુવક દ્વારા દારૂની ખાલી બોટલ માથા પર મૂકીને પ્રખ્યાત એનિમલ મૂવી ની જેમ ડાન્સ કરવામાં આવ્યો હતો. તેના લીધે તેની પોલીસ દ્વારા ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, સુરતના કતારગામ સાંઈબાબા મંદિર નજીક લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં દારૂની ખાલી બોટલ માથે મૂકી એનિમલ મૂવી ની જેમ યુવક દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો. તેની સાથે ડીજે પાર્ટીમાં યુવકનો દારૂની બોટલ સાથે નો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થતા પોલીસ દ્વારા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં ચોકબજાર પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક જાણકારી અનુસાર, સુરતના કતારગામ સાંઈબાબા મંદિર પાસે થોડા દિવસ અગાઉ લગ્નપ્રસંગમાં એક યુવક દ્વારા દારૂની બોટલ સાથે ડાન્સ કરવામાં આવ્યો હતો. યુવક એનિમલ મુવી ના ગીત પર દારૂની બોટલ ને માથા પર મૂકી એ મૂવીના ગીત ની જેમ ડાન્સ કરવામાં આવ્યો હતો. તે સમયે તેના મિત્ર દ્વારા તેનો વીડિયો મોબાઇલમાં બનાવવામાં આવ્યો હતો. જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો હતો. એવામાં વાયરલ વીડિયોના આધારે ચોકબજાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તેની સાથે આ મામલામાં ચોકબજાર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો આ વિડીયો કતારગામ સાંઈબાબા મંદિર પાસે લગ્ન પ્રસંગમાં ડીજે પાર્ટી કરવામાં આવી તેનો સામે આવ્યો હતો. ત્યાર બાદ બનાવ અંગે પોલીસ દ્વારા દારૂની બોટલ માથે મૂકી દારૂના નશામાં ડાન્સ કરતા 28 વર્ષીય યુવાન રોની ડેનિશભાઈ જિતુરી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.