રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં યોજાયેલ બેઠકમાં ક્ષત્રિયો સમાજના યુવાનોએ કર્યો વિરોધ
રાજકોટની લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપના કાર્યક્રમોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. આજે રાજકોટનાં પુષ્કરધામ રોડ પર રૂપાલાનાં કાર્યક્રમને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ‘રૂપાલા હાય હાય’ તેમજ ‘જય ભવાની’નાં નારા સાથે ઉગ્ર વિરોધ કરાયો હતો. તેના લીધે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં ક્ષત્રિય સમાજના વિરોધના લીધે પુરુષોત્તમ રૂપાલામાં આ કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો.
જાણકારી મુજબ, પુષ્કરધામ રોડ પર પ્રદ્યુમ્ન હાઇટ્સ બિલ્ડિંગમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં એક બેકઠનું આયોજન કરાયું હતું. આ બિલ્ડીંગમાં અનેક ક્ષત્રિયો રહેતા હોવાની જાણ થતા ક્ષત્રિય સમાજના યુવાનો ત્યાં પહોંચી આવ્યા હતા. તેની સાથે ‘રૂપાલા હાય હાય’ તેમજ ‘જય ભવાની’નાં નારા સાથે વિરોધ કરાયો હતો. તેના લોઈધે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતો. એસીપી, પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેમ છતાં, વિરોધના લીધે પુરુષોત્તમ રૂપાલાના આ કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો હતો.
આ બાબતમાં એડવોકેટ અને ક્ષત્રિય સમાજનાં મનોહરસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે ચૂંટણી પ્રચાર માટે રૂપાલાભાઈની બેઠકનું આયોજન કરવામાં આવ્યું થું. તેનો વિરોધ કરવા અમે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કાર્યકરો સાથે અહીં પહોંચ્યા હતા. વિરોધ પ્રગટ કરવામાં આવતા આ મિટિંગ રદ કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આયુ હતું. એપાર્ટમેન્ટનાં કેટલાક લોકો તરફથી તેમને આમંત્રણ અપાયું હતું. તેમ છતાં તેના માટે મંજૂરી પણ લેવામાં આવી ન હોવાના લીધે અમારા દ્વારા આ બાબતમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બિલ્ડીંગનાં મોટાભાગના લોકો દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તેની સાથે અહીં રહેનાર લોકોને પણ આ મિટિંગ કરવામાં આવે તે મંજુર નહોતું. તેના લીધે ક્ષત્રિય સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરાયો હતો. જ્યારે રતનપરમાં અમારા પાંચ લાખ લોકો એકઠા થયા હતા. ત્યારે પણ અમારા દ્વારા ટીટોડીનાં ઈંડા બચાવવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ લોકોને કોઈપણ મુશ્કેલી ન પડે તે રીતે વિરોધ કરાયો હતો. આ બિલ્ડીંગમાં ક્ષત્રિય સમાજના ઘણા લોકો રહી રહ્યા છે. તેઓ પણ આ મિટિંગ ઈચ્છી રહ્યા નહોતા. તેમ છતાં એકલ-દોકલ વ્યક્તિઓ દ્વારા આ મિટિંગનું આયોજન કરાયું હતું. તેનો વિરોધ કરવા માટે અમે એકઠા થયા હતા.