Gujarat

માં મોગલના ધામે 21000 હજાર રૂપિયા લઈને એક વ્યકિત પહોંચ્યો, મણીધર બાપુએ તેને એવું જણાવ્યું કે તમે સાંભળીને થઈ જશો આશ્ચર્યચકિત

માં મોગલના પરચાઓ તમે અનેક સાંભળ્યા હશે. કેમ કે મા મોગલ દરેક લોકોની માનતા પૂર્ણ કરીને તેમના દુઃખ દુર કરતી રહે છે. જયારે મોગલ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ પણ જોઈ શકતા નથી. જો તમે સાચા મનથી મોગલ માતાનું નામ લઈ લો છો તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તમે બધા સારી રીતે જાણતા હશો કે માતાજીનું એક ધામ કબરાઉમાં આવેલું છે, જે મોગલ ધામ તરીકે ઓળખાય છે.

જ્યારે માં મોગલના ગુજરાતમાં ત્રણ ધામ રહેલા છે. તે ભગુડા ઓખાધરા અને કબરાઉમાં આવેલ છે. આ ત્રણ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. મોગલ માતાજી ચારણ કુળના દેવી રહેલી છે. પરંતુ અહીં જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેક લોકો દર્શન કરવા માટે આવી શકે છે.

તેની સાથે સંકટના સમયમાં ભક્ત જ્યારે માતા મોગલ ને યાદ કરીને કોઈ પણ માનતા માને તે અચૂક પૂર્ણ થઈ જાય છે. માનતા પૂર્ણ થતાં લોકો માતાના દર્શન કરવા મોગલ ધામમાં દોડી આવે છે. અત્યાર સુધીમાં અનેક ભક્તોને માતાના પરચા મળી ચુક્યા છે. આજે આવા જ એક ચમત્કારિક કિસ્સા વિશે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ.

તાજેતરમાં એક વ્યક્તિ પોતાની માનતા પૂર્ણ થતા મંદિરમાં 21 હજાર રૂપિયા લઈને આવ્યો હતો. તેને આ રૂપિયા મણીધર બાપુને આપ્યા તો મણીધર બાપુએ તેને તેની માનતા વિશે જાણકારી મેળવી હતી. તે વ્યક્તિએ જણાવ્યું કે, મારું નામ રમેશભાઈ છે અને હું ગોકુલધામ થી આવ્યો છે.

માં મોગલ દ્વારા તેનું એવું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે કે જે અશક્ય હતું તેથી તે 21 હજાર રૂપિયા આપવા ઈચ્છે છે. મણીધર બાપુ દ્વારા તેના ઉપર એક રૂપિયો મૂકીને રૂપિયા પરત કરવામાં આવ્યા અને જણાવ્યું કે, તારે માનતા સ્વીકારી લેવામાં આવી છે પરંતુ આ રૂપિયા માતાજીને નહીં તારી બહેનને આપી દેજે.