અમદાવાદ: એક યુવક જે અનેક યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને પૈસાની કરતો હતો માંગણી
હાલના સમયમાં ઘણા લોકો મહેનત કર્યા વગર જ રૂપિયા કમાઈ લેવા માંગતા હોય છે અને તે માટે તેઓ ઘણા ગતકડાં પણ કરતા હોય છે. જો કે, અમદવાદમાં એક યુવકે પૈસા કમાવવા માટે એક યુવતીને પ્રેમમાં પાડીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વસવાટ કરતી યુવતી લોકડાઉન દરમિયાન ચિલોડાના એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. અને બાદમાં આ યુવકે યુવતીને પ્રેમમાં ફસાવિને રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.
જો કે, આ બાબત અંગે જયારે યુવતીના પરિવારના સભ્યોને જાણ થઇ ત્યારે યુવતીના પરિવારજનો નિકોલ પોલિસ સ્ટેશન ખાતે તે યુવકનની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન નિકોલમાં રહેતી યુવતી સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરી રહી હતી. અને આજ સમય દરમિયાન તે ચિલોડામાં રહેતા એક યુવક સાથે સંપર્કમા આવી હતી.
બંન્ને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ખુબ વાતો કરવા લાગ્યા હતા. અને બાદમાં બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. એવામાં એક દિવસ યુવતીને જાણ થઇ કે તે જે યુવક સાથે પ્રેમ સંબંધમાં છે તે યુવક અન્ય યુવતી સાથે પણ પ્રેમ સબંધ ધરાવે છે. ત્યારે આ વાતની જાણ થતા તેણીએ યુવક સાથે પ્રેમ સંબંધ પૂરો કરવાનો નિર્ણય કર્યો હતો. અને બન્ને જણા છુટા પણ પડી ગયા હતા.
જો કે, યુવકે અચાનક એક દિવસ યુવતીને ફોન કર્યો અને પ્રેમ સંબંધ ફરી શરૂ કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ યુવકને ધરાર ના પડી દીધી હતી. ત્યારે પ્રેમીએ યુવતીને ધમકાવવાનું શરુ કર્યું હતું. અને યુવતીના નાના ભાઈની હત્યા કરી નાખવાની અને સગાઈ તોડાવવાની ધમકી આપી રહ્યો હતો. જેને કારણે યુવતીએ ડરના માર્યા પ્રેમીને મળવાનું શરૂ કર્યું હતું. અને યુવકે યુવતિ સાથે અનેક હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની સગાઈ થઇ ગઈ હતી તેમ છતાં આ યુવક બળજબરી પૂર્વક યુવતીને હોટલમાં લઈ જતો અને તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.
ત્યારે આ બધાથી ત્રસ્ત થઇ ગયેલી યુવતી એક દિવસ ઘરમાં એક રૂમમાં જઈને રડવા લાગી હતી. યુવતીને રૂમમાં આ રીતે રડતી જોઈને પરિવારના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આ પછી પરિવારના સભ્યોએ યુવતી સાથે વાત કરી તો તેઓને સમગ્ર બાબત અંગે જાણ થઇ હતી. આ પછી પરિવારના સભ્યો સાથે જઈને યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં તેની સાથે આ પ્રકારનું કૃત્ય કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે