સગાઇ બાદ યુવક-યુવતી ફરતા હતા સાથે અને એક દિવસ થયું એવું કે, બાદમાં ભાવિ સસરાં એ પણ આપી મંજૂરી, બાદમાં થઇ જોવાજેવી…
આજના સમયમાં છોકરી છોકરાની સગાઇ થઇ ગયા બાદ બને એકબીજાને સમજવા અને જાણવા માટે એકબીજા સાથે સમય પસાર કરતા હોય છે અને કોઈને કોઈને બહાને બહાર ફરવા અને ખરીદી કરવા જતા હોય છે અને આ સમય દરમિયાન તેઓ બને બીજાના જીવન વિશે વાતો કરે છે અને શું તે તેને જીવન ભર રાખી શકશે તેને લઈને પણ એકબીજા આ સમયમાં જાણતા હોય છે પરંતુ આ વચ્ચે ઘણીવાર એવા બનાવ બને છે, જેના કારણે આ બને યુગલોને પછતાવાનો વારો આવે છે.
જો કે,આવા સગાઇ પછીના અનેક બનાવો સામે આવી ચુક્યા છે જેના છોકરા છોકરીની પહેલા નજીક આવે છે અને કોઈને કોઈ બહાને તેઓ આ છોકરી સાથે અંગત પળો માણી લે છે અને તેના વીડિયો અને ફોટા પાડીને તેમને બેલ્કમેઇલ કરવાનું શરૂ કરી દે છે, ત્યારે આજે પણ આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવતી સાથે તેના મંગેતરે દુષ્કર્મ કર્યું હતું અને આ યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જો કે આ મામલે મોટી વાત એ છે કે તેના ભાવિ સસરાએ જ તેનું ગર્ભપાત કરાવ્યું છે.
આ ઘટનામાં અમદાવાદની એક યુવતીની સગાઈ તેના જ સમાજના એક યુવક સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ આ બને યુગલ એકબીજા સાથે હરતા ફરતા હતા. યુવતી મંગેતરના ઘરે પણ આવતી-જતી હતી. ત્યારબાદ એક દિવસ આ યુવકે યુવતીને ઈમોશલ બ્લેકમેઈલ કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને શારીરિક સંબંધ બાંધતા તેને ગર્ભ રહી ગયો હતો બાદમાં આ યુવતીએ તેની જાણ તેના ભાવિ પતિ ને આ અંગે વાત કરી હતી.
જો કે આ વાતની જાણ થતા જ યુવકે યુવતીને ગુસ્સે થઈને ગર્ભપાત કરાવવા કહ્યું હતું. અને આ મામલે તેના ભાવિ સસરાએ પણ ગર્ભપાત કરાવવા મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ બંને ના સંબધો વચ્ચે અણબનાવ બનવા લાગ્યા અને આ યુવકે યુવતીને તેના અંગત પળોના ફોટો અને વિડીયો વાઈરલ કરવાની ધમકીઓ આપવા લાગ્યો હતો અને ત્યારબાદ યુવતી આ ધમકીઓથી કંટાળી જઈને તેને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આ યુવતીના મંગેતરની ધરપકડ કરી લીધી છે.
આટલું જ નહિ એક દિવસ તેના મંગેતર અને ભાવિ સસરાએ તેમના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની વાત કહીને આ યુવતી પર ચોરીનો આરોપ પણ લગાવ્યો હોવાની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જો કે ચોરીનો આરોપ લગાવ્યા બાદ યુવતી તેના મંગેતરથી થોડું અંતર રાખવા લાગી હતી તો યુવક તેને સંબંધ નહિ રાખે તો તેના અંગત પળોના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાની ધમકીઓ આપતો હતો. અને બાદમાં તેને ઈમોશનલ બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ કર્યું હતું અને યુવતી ગર્ભવતી બની ગઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.