GujaratSouth GujaratSurat

જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ અચાનક આ શું થયું….

ગઈકાલે રવિવારના રોજ લેવાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગઇ હતી. ત્યારે સુરત ખાતેથી એક અત્યંત દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. પુણા નામના ગામની એક યુવતી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે સુરત ગઇ હતી. ત્યારે રવિવારના રોજ સાંજના સમયે યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ફાંસાની ઊંચાઈ તેમજ યુવતીના મૃતદેહની સ્થતિ જોતા ઘટનાને લઈને શંકા ઉપજે તેમ છે. રવિવારના રોજ સાંજના સમયે બાવળના ઝાડ સાથે યુવતીએ પોતાની ઓઢણી વડે ફાંસો ખાધેલી અવસ્થામાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુના નામના ગામની 20 વર્ષની ઉંમરની ઉર્વશી ચૌધરી નામની એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. બાવળના ઝાડ પર આ યુવતીનો મૃતદેહ લટકેલો મળ્યો હતો. પરંતુ યુવતીનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકેલો હતો તે શંકા ઉપજાવે તેવું છે. બાવળની નીચી ડાળ પર જ યુવતીનો ઘુંટળિયે પડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હાલ તો બારડોલી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીનો મૃતદેહ આ રીતે મળી આવતા હાલ તો સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. યુવતીએ તેના આ આપઘાત પહેલા કોઈ અંતિમ ચિઠ્ઠી લખી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને હજુ સુધી યુવતીના આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી મળ્યું નથી. જો કે, પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. તેમજ તમામ સગા સબંધીઓની પૂછપરછ પણ કરી રહી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રવિવારના રોજ લાખો ઉમેદવારોએ સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાની પ્રક્રિયા પુરી થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. આ પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવવાનું છે.