AhmedabadGujarat

હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આજનો દિવસ રહેશે ભારે

ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. એવામાં ભાવનગરમાં ગઈ કાલના ચાર વરસાદ વરસ્યો હતો. જ્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેવાનો છે. નવસારીમાં અઆજે ફરી વરસાદી માહોલ બન્યો છે. નવસારીમાં રાત્રીના ચાર કલાકમાં 9.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે. તેના લીધે વહીવટી તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે.

હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે કે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. છે. ભારે વરસાદને લીધે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયો વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. તેની સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે.