સુરતમાં 11 વર્ષીય બાળ કથાકારે 50 લાખની ધનરાશી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટને કરી અર્પણ
અયોધ્યા ધામ ખાતે પ્રભુ શ્રીરામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હવે થોડો જ સમય બાકી છે. ત્યારે દેશભરમાં રામમય માહોલ બન્યો ગયો છે. એવામાં શ્રીરામ મંદિરના નિર્માણ માટે અનેક લોકો દ્વારા યોગદાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે યોગદાન અપનારાઓમાં સુરતની એક ૧૧ વર્ષીય બાળા ભાવિકા માહેશ્વરીનો સમાવેશ થયો છે. કથાવાચક અને મોટીવેટર ભાવિકા દ્વારા પોતાની કથાઓના માધ્યમથી ૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભેગી કરીને આ ધનરાશિ શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, શ્રીરામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ વતી વર્ષ ૨૦૨૧માં સમર્પણ નિધિ ભેગી કરવા માટે અભિયાન શુરૂ કરાયું હતું. એવામાં ભાવિકા દ્વારા પણ સમર્પણ નિધિમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભાવિકા દ્વારા અનેક ઠેકાણે એક દિવસીય રામકથાનું આયોજન કરી આ કથાઓના માધ્યમથી ૫૦ લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રૂપિયા ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદગિરી મહારાજને તેના દ્વારા સમર્પિત કરવામાં આવ્યા હતા. ભાવિકાની કથામાં નાના-નાના બાળકો દ્વારા પોતાના ગુલ્લક ખોલીને પૈસા મુકવામાં આવ્યા હતા. એવામાં ૩૨૦૦ કરોડની સમર્પણ નિધિમાં ભાવિકા દ્વારા 50 લાખ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે.
તેની સાથે ભાવિકા દ્વારા રાષ્ટ્ર ચેતના સહીત વિવિધ વિષયો અંગે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં ૫૦ હજાર કિમીની યાત્રા કરવામાં આવી છે અને ૩૦૦ જેટલા કાર્યક્રમોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે. ચુકી છે. એક લેખિકા તરીકે ભાવિકા દ્વારા ત્રણ પુસ્તકો લખવામાં આવ્યા છે અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, અમિતાભ બચ્ચન સહીત અનેક રાજ્યોના મુખ્યમંત્રી દ્વારા તેણીના વખાણ પણ કરવામાં આવ્યા છે. આ સિવાય અનેક મંત્રીઓએ ભાવિકાની પોસ્ટ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ અપલોડ કરીને તેણીને પ્રોત્સાહીત કરી ચુક્યા છે. ભાવિકાને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળવાની સાથે ઇન્ટરનેશનલ રામાયણ પુરસ્કાર પણ મળી ચુક્યો છે.