IndiaInternationalNewsSport

13 વર્ષના વરુણે ભારત માટે જીત્યા 3 ગોલ્ડ મેડલ, ભારતનું આખી દુનિયામાં કર્યું રોશન

13 year old Varun won 3 gold medals for India

WTG 2023 : ઓસ્ટ્રેલિયાના પર્થમાં આ વર્ષે વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ (WTG 2023) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતના કુલ 32 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યાં ટીમ ઈન્ડિયાએ કુલ 35 મેડલ જીત્યા હતા. વર્ષોથી ભારત લગભગ તમામ પ્રકારની રમતોમાં ભાગ લઈ રહ્યું છે. વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ એ લોકો માટે આયોજિત કરવામાં આવે છે જેમણે તેમના શરીરના કોઈપણ ભાગનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. ભલે તે અંગ દાતા હોય કે મેળવનાર, દરેક વ્યક્તિ આ રમતમાં ભાગ લઈ શકે છે.

ભારતે આ રમતમાં 35 મેડલ જીત્યા છે, પરંતુ આ એથ્લેટમાંથી એક, માતા-પુત્રની જોડીએ બધાને પ્રભાવિત કર્યા. માતા અને પુત્ર બંનેએ ભારત માટે મેડલ જીત્યા હતા.બેંગ્લોર સ્થિત વરુણ અને દીપાએ ઓસ્ટ્રેલિયાના પર્થમાં યોજાયેલી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં ભારત માટે કુલ 4 મેડલ જીત્યા હતા. 13 વર્ષના વરુણે રેકેટ ઈવેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તેની માતા દીપાએ બોલ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: ઓટો-ટ્રકની ટક્કર, લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારના 7 સભ્યોના દર્દનાક મોત

વરુણ જ્યારે 9 વર્ષનો હતો ત્યારે અચાનક એક રાત્રે તેને પેટમાં દુખાવો થવા લાગ્યો. પરિવારજનોને લાગ્યું કે આ સામાન્ય દુખાવો છે, પરંતુ હોસ્પિટલમાં ગયા પછી ખબર પડી કે તેની કિડની બગડી ગઈ છે. પિતા સુગરનો દર્દી હોવાથી પુત્રને કિડની આપી શક્યા ન હતા. આવી સ્થિતિમાં માતાએ મોટો નિર્ણય લીધો અને પોતાના પુત્રનો જીવ બચાવ્યો અને તેને પોતાની કિડની આપી.

આ ગેમ્સમાં ભારતના 32 ખેલાડીઓએ 35 મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. ઓર્ગન ઈન્ડિયા નામની સંસ્થાએ આ ખેલાડીઓને એકસાથે લાવવાનું કામ કર્યું અને તેમને પર્થ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ઓર્ગન રીસીવિંગ એન્ડ ગીવિંગ અવેરનેસ નેટવર્ક ઈન્ડિયા એ દિલ્હી સ્થિત એનજીઓ સંસ્થા છે. ઓર્ગન ઈન્ડિયા પ્રોજેક્ટ 2013માં શરૂ થયો હતો. ત્યારથી આજ સુધી તેણે આ ગેમ્સમાં ભારતની ભાગીદારી વધારી છે. હવે તેનું આગામી લક્ષ્ય 2025ની સમાન રમતોમાં ભારત માટે વધુ મેડલ જીતવાનું છે.

આ પણ વાંચો: આ વર્ષનું પહેલું વાવાઝોડું “Mocha” આવી રહ્યું છે, 7 થી 11 મે સુધી આ રાજ્યોમાં એલર્ટ