GujaratRajkotSaurashtra

રાજકોટમાં કુવામાં ૧૬ વર્ષીય બોલ લેવા પડ્યો, બોલ તો ના મળ્યો પરંતુ જીવ ચાલ્યો ગયો

રાજકોટના માધાપર ગામથી માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. કેમ કે રાજકોટ પાસે આવેલ માધાપર ગામમાં ઈશ્વરીયા મહાદેવ મંદિરની પાસે આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું ડુબી જવાના લીધે કરુણ મોત નિપજયું હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેના દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક બાળક વાડીમાં ક્રિકેટ રમી રહ્યો હતો તે સમયે બોલ કુવામાં ચાલ્યો ગયો હતો. તે કારણોસર સગીર બોલ લેવા કુવામાં પડ્યો હતો પરંતુ તે ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના એક એક દીકરાના મોત પરિવારમાં શોકનું મોજું છવાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના માધાપર ગામ પાસે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલા તુલસી ગઢીયાની વાડીમાં બાળકો દ્વારા ક્રિકેટ રમવામાં આવી રહી હતી. તે સમયે બોલ કુવામાં પડતા એક 16 વર્ષીય સગીર દ્વારા બોલ લેવા માટે કુવામાં કુદકો મારવામાં આવ્યો હતો. પરંતુ બોલ લઇ બહાર આવવા બદલે તેનું કુવામાં ડૂબી જવાના લીધે મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમના દ્વારા કુવામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં વિજય બકાભાઈ રાઠવાના નામના ૧૬ વર્ષના સગીરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સગીર બાળકના પરિવારના સભ્યો નજીકની વાડીમાં મજુરી કામ માટે ગયેલા હતા. તે સમયે સગીર સાથે ક્રિકેટ રમનાર અન્ય બાળક દોડીને ત્યાં ગયો અને વિજય કુવામાં પડી ગયો હોવાની પરિવારને જાણકારી આપી હતી.

ત્યાર બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કુવામાં ત્રણથી ચાર કલાક તપાસ કરતા વિજયનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એવામાં એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.