વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ પછી નરોડા ગામમાં થયેલા હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. ઘટનાં બન્યાના 21 વર્ષ પછી આ કેસનો ચુકાદો આવી રહ્યો છે ત્યારે સૌ કોઈની નજર આ ચુકાદા પર રહેશે. આ કેસની વાત કરીએ તો ગોધરાકાંડના બીજ દિવસે હેતલ કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા ગામ વિસ્તારમાં સવારે 10 વાગ્યાની આસપાસ છૂટો છવાયો પથ્થરમારો થયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાં અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ ઘટી હતી. અને રાત સુધીમા તો આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપી દેવામાં આવ્યો હતો. જેમાં 4 માહિલાઓ સહિત કુલ 11 લોકોના મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, નરોડા હત્યાકાંડ કેસમાં કુલ 86 આરોપી છે, જેમાંથી પ્રદીપ ઉર્ફે બેંકર કાંતિલાલ સંઘવી નામના આરોપીને સમરી ભરી બિનતોહમતદાર મુક્ત કરવામાં આવ્યો છે. 14 આરોપીઓ આ કેસની ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા છે. આ કેસમાં કુલ મળીને 258 સાક્ષીઓ હતા જેમાંથી 187 સાક્ષીઓના નિવેદનના આધારે સમગ્ર કેસની ટ્રાયલ ચલાવામાં આવી હતી. જયારે બચાવ પક્ષ બાજુથી 58 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. 28 ફેબ્રુઆરી 2022ના રોજ આ કેસની ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે આ કેસમાં ત્યારે ઘટના સ્થળ પરથી 28 લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ પાછળથી તપાસમાં વધુ નામ ઉમેરાતા આ કેસમાં આરોપીઓનો આંકડો 86 એ પહોંચ્યો હતો.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ કેસમાં 26 ઓગસ્ટ 2008મા ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી. જેમાં આર.કે. રાઘવન આ ટીમના અધ્યક્ષ હતાં. આ તપાસ ટીમે તપાસ હાથ ધરતા તે સમયના તત્કાલીન ધારાસભ્ય ડો.માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલની ધરપકડ કરીને આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં હજારો પાનાની 8 જેટલી ચાર્જશીટ થઈ છે.
તમને જણાવી દઈએ કે, આ કેસ દરમિયાન અત્યારસુધી 5 જજ બદલાઈ ચૂક્યા છે. એસ.એચ. વોરા સૌથી પહેલા જજ હતા જેમની સામે આ કેસની સુનવણી શરૂ થઈ તે હતા. ત્યાર પછી આ કેસની સુનાવણી ડો. જ્યોત્સના યાજ્ઞિક, પીબી દેસાઈ સહિતના જજ સમક્ષ થઈ છે. વર્ષ 2017માં જજ પીવી દેસાઈએ આ કેસમાં પ્રથમ વખત વર્ષ 20 મિનિટ સુધી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારપછી આ કેસના અત્યાર જજ સુબદા બક્ષીએ ફરી થોડા સમય અગાઉ જ ઘટના સ્થળની તપાસ કરી હતી.
નરોડા ગામમાં થયેલ હત્યાકાંડ કેસના તમામ આરોપીઓના નામ
૧.સમીર હરામુખભાઇ પટેલ
૨. ખુશાલ પુંજાજી સોલંકી
3. ઉકાજી ઉર્ફે બચજી બબાજી ઠાકોર (માંક- એક નીચેના હુકમ ગજબ કેરા એબેટ) (મૃત્યુ પામેલ)
૪. દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઇ ઠાકોર
૫. બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર
૬. ચંદન ગાંડાજી ઠાકોર (મૃત્યુ પામેલા)
૭. અજય રમણલાલ ખતરા ધોબી
૮. સુનીલ ઉર્ફે ચંકી ગોપાલભાઇ નાયર
૯. દિનેશકમાર રમણલાલ પટેલ (મૃત્યુ પામેલ)
૧૦. નવીનભાઈ પ્રવિણભાઈ કડીયા
૧૧. રામસિંગ ગાંડાજી ઠાકોર (મૃત્યુ પામેલ)
૧૨. ભરત શમસિંગ ઠાકોર
૧૩. નરેશ ઉર્ફે વિજયો બાબુભાઇ મકવાણા દરજી (મૃત્યુ પામેલ)
૧૪. રીતેષ ઉર્ફે પોંચીયાદાદા બાબુભાઇ વ્યારા
૧૫. અજય ઉર્ફે અજયો બચુભાઈ ઠાકોર
૧૬. રમણભાઇ પ્રહલાદભાઈ ઠાકોર
૧૭, નગીન પ્રતાપભાઇ ઠાકોર
૧૮. ગનુભાઈ પુનાભાઈ ઠાકોર ૧૯. રમેશભાઈ ભલાભાઈ ઠાકોર
૨૦. કિસન ખુબચંદ કોરાણી
૨૧. રાજકુમાર ઉર્ફે રાજગોપીમલ ચોમલ
૨૨. પર્મેન્દ્રસિંહ ઉર્ફે પી.જે. જશવંતસિંહ રાજપૂત
૨૩. બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ
૨૪. રાજેશ ઉર્ફે રાજ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર
૨૫. મિતેષ ગીરીશભાઇ ઠકક૨
ર૬. વિનોદ ઉર્ફે વિન્ હેલરામ ચેતવાણી
૨૭. હરેશ પરશરામ રોહેરા…મૃત્યુ પામેલ
૨૮. પ્રદિપભાઇ ઉર્ફે એન્કર કાન્તીલાલ સંઘવી (આંક-૨૮ના હુકમ મુજબ બિનતહોમત મુક્ત)
૨૯. વલ્લભભાઈ કહેરભાઈ પટેલ
૩૦. વિષ્ણુજી પોપટજી ઠાકોર
૩૧. હંસરાજ ૫ન્નાલાલ માળી
૩૨. પ્રભુભાઇ ઉર્ફે ગ ભૂપતજી ઠાકોર (મૃત્યુ પામેલ)
૩૩. જગદીશભાઈ રમણભાઈ પ્રજાપત્તિ
૩૪. હરેશ ઉર્ફે હર્ષદ ૨મણલાલ સોની
૩૫. રાજેશભાઈ ઉર્ફે કિશોરભાઇ ભીખાભાઈ દરજી
૩૬. અશ્વિનકુમાર કનૈયાલાલ જોષી (મૃત્યુ પામેલ)
૩૭. રાજેશ ઉર્ફે રાજ નટવરલાલ પંચાલ
૩૮. પ્રવિણકુમાર હરીભાઇ મોદી
૩૯. વિક્રગભાઈ ઉર્ફે ટીરીયો મણીલાલ ઠાકોર
૪૦. અશોકભાઈ ચંદુભાઈ સોની ૪૧. જગદીશભાઈ ચીમનલાલ પટેલ
૪૨. દિનેશભાઈ કચરાભાઈ પટેલ
૪૩. શાંતીલાલ વાલજીભાઈ પટેલ
૪૪. ગીરીશભાઈ હરગોવિંદભાઇ પ્રજાપતિ
૪૫. બકુલભાઈ ઉર્ફે કાળ રમણભાઈ વ્યારા
૪૬. સંજય ઉર્ફે પિન્ટુ ચેનલવાળો કનુભાઈ વ્યાસ
૪૭. ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઇ પટેલ (ઢોલરીયા) (મૃત્યુ પામેલ)
૪૮. સુનિલ ઉર્ફે સુરેશ શનાભાઈ પટેલ
૪૯. રાકેશકુમાર મંગળદાસ પંચાલ
૫૦. પ્રધ્યુમન બાલભાઈ પટેલ ૫૧. અનિલકુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઇ પટેલ (મૃત્યુ પામેલ)
પર. પ્રકાશભાઈ ઉર્ફે ૫કાભાઇ રમેશચંદ્ર ભાટીયા (કાછીયાપટેલ)
૫૩. વિજયકુમાર દશરથભાઈ ત્રિવેદી
૫૪. નિમેશ ઉર્ફે શ્યામુ બિપિનચંદ્ર પટેલ
૫૫. પંકજકુમાર મહેન્દ્રભાઇ પરીખ
૫૬. વિરભદ્રસિંહ સામંતસિંહ ગોહીલ (પોલીસ ઇન્સ્પેકટર)
૫૭. ડોકટર માયાબેન સુરેન્દ્રભાઇ કોડનાની
૫૮. ડોકટર જયદિપભાઈ અંબાલાલ પટેલ
૫૯. મુકેશ બાબુલાલ વ્યાસ
૬૦. રાકેશભાઈ ઉર્ફે વાતો કભાઈ વ્યાસ
૬૧. સંજયભાઈ રમણભાઈ મારા
૬૨. ભીખાભાઈ ઘંટીવાળા સોમાભાઇ પટેલ (મૃત્યુ પામેલ)
૬૩. મહેશકુમાર નટવરલાલે પંચાય
૬૪ મણીલાલ મૌજી ઠાકોર
૬૫. જગદિશભાઇ ઉર્ફે જગો રીક્ષાવાળો ગુડીલાલ ચૌહાણ
૬૬. બી૨જભાઈ રમેશ પંચાલ
૬૭. ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર
૬૮. રાજકુમાર ઉર્ફે કાભાઈ ત્રિકમદાસ પટેલ
૬૯. જયેશ કીયાલાલ જોષી
૭૦. વિપુલ અશ્ચિન જોષી
૭૧. વાસુદેવ માણેકલાલ પટેલ
૭૨. ભુપેન્દ્ર ઉર્ફે ગોપી પ્રહલાદભાઇ ઠાકોર
૭૩. અશોકભાઇ રમેશભાઈ પંચાલ
૭૪. પ્રમુખભાઈ ત્રિકમદાસ પટેલ (મૃત્યુ પામેલ)
૭૫. અશોકભાઇ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ
૭૬. જીતેન્દ્ર જીતુ મુખી રમણભાઇ પટેલ
૭૭, ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ
૭૮. અરિવંદભાઈ ઉર્ફે કાભાઈ શાંતીલાલ પટેલ
૭૯ મુકેશ ઉર્ફે લાલો ગોહનલાલ પ્રજાપતિ
૮૦. કનુભાઈ રતિલાલ વ્યાસ
૮૧. વિપુલભાઇ નટવરભાઇ પરીખ (પટેલ)
૮૨. નિતીનકગાર વિનોદરાય દેવરૂખકર
૮૩. વિનું માવજીભાઈ કોળી (ચોહાણ) (મૃત્યુ પામેલ)
૮૪. રમેશ ત્રિકમલાલ રાઠોડ
૮૫. અજય પ્રજાપતિ
૮૬. રમેશ ઉર્ફે રમણ મગળદાસ પટેલ (મૃત્યુ પામેલ)