અમદાવાદ: છેલ્લા એક સપ્તાહમાં AMCના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીને લઈને કરાયેલી કાર્યવાહીમાં 223 એકમોને નોટિસ આપવામાં આવી હતી. ગતરોજ લેવાયેલા સેમ્પલ પૈકીના એકના પરિણામે મિસબ્રાન્ડની પુષ્ટિ કરી છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં ગત 31 માર્ચે એક યુનિટમાંથી ઓનિયન ફ્લેક નામના ખાદ્યપદાર્થના નમૂના ખોટા બ્રાન્ડેડ હોવાનું જણાયું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાં 15મી એપ્રિલથી 21મી એપ્રિલ દરમિયાન કુલ 387 ફૂડ યુનિટની તપાસ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટીના નિયમોમાં ગેરરીતિ જોવા મળતાં 223 એકમોને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે 280 કિલો ખોરાક અને 479 લિટર પીણાં અખાદ્ય હોવાનું જણાતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન 1.17 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. સાત દિવસમાં 491 લોકોને લાયસન્સ પણ અપાયા હતા.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ અભિયાન સોમવારથી 5 મે સુધી ચાલુ રહેશે. જેમાં કેરી, ફ્રુટ જ્યુસ, આઈસ ક્યુબ, શેરડીનો રસ જેવા ખાદ્યપદાર્થો અને પીણા વેચનારાઓની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: હવામાન વિભાગે ઉનાળાની વચ્ચે સારા સમાચાર આપ્યા, આ સ્થળોએ વરસાદ પડશે
આ પણ વાંચો: અક્ષય તૃતીયા બાદ આ 7 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધંધામાં પણ થશે જોરદાર લાભ