3 વર્ષની બાળકીને પહેલા સામાન્ય તાવ આવ્યો અને દવા લીધા પછી પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું મોત, પોલીસે શરૂ કરી તપાસ
સામાન્ય તાવમાં પણ જીવ જઈ શકે છે. આ વાક્ય વાંચીને ચોંકી ગયા ને. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં ત્રણ વર્ષની એક માસુમ બાળકીને સામાન્ય તાવ આવ્યો હતો. જેથી બાળકી ના પિતા તેમના ઘર જોડે આવેલ એક ક્લિનિક માંથી તેમની માસુમ દીકરી માટે દવા લાવ્યા અને દીકરીને પીવડાવી હતી. દવા લીધા પછી દીકરી ને થોડી રાહત થઈ પરંતુ થોડા સમય પછી બાળકી ને અચાનક પેટમાં દુખાવો વધી જતાં તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં કામરેજના ખોલવડ ગામ ખાતે 3 વર્ષની માસુમ બાળકીનું તાવ આવવાના કારણે મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વિગતો અનુસાર 3 વર્ષની માસૂમ બાળકીને સામાન્ય તાવ આવ્યો હતો. જેથી બાળકીના પિતાએ ઘર જોડે આવેલ એક ક્લિનિકમાંથી બાળકી માટે દવા લાવ્યા હતા. આ દવા બાળકીને પીવડાવ્યા પછી તેણીને થોડી રાહત થઈ જો કે થોડી વાર પછી અચાનક તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે, ત્રણ વર્ષની માસુમ ફુલ જેવી દીકરી નું મોત થઈ જતાં આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે સામાન્ય તાવ ની દવા પીધા પછી બાળકીને આ રીતે પેટમાં દુખાવો થયો અને બાદમાં તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું એ બાબતથી સૌ કોઈ ચોંકી ઉઠયું છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.