AhmedabadGujarat

ચોમાસામાં નદી-નાળામાં ન્હાવા જતા પહેલા ચેતી જજો, ગુજરાતના 3 યુવકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ હવે બીજા રાઉન્ડનો વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે વરસાદને કારણે નદી-નાળામાં પાણી વધ્યું છે. તો કેટલાક લોકો આવા સમયે નદી-નાળામાં ન્હાવા માટે જતા હોય છે. પરંતુ આ સમયે નદી-નાળામાં ન્હાવા જવું એ જોખમી સાબિત થઈ શકે છે. આવું જ કંઈક અમદાવાદના ત્રણ યુવકો સાથે બન્યું છે. જેઓ ધંધુકા ખાતેની કેનાલ મા ન્હાવા પડ્યા હતા તે દરમિયાન પાણી ખૂબ વધારે હોવાથી ત્રણ યુવકોમાંથી એક યુવક નું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેર ના દાણીલીમડા વિસ્તારના 3 યુવકો ધંધુકાની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ત્રણેય યુવાનો અચાનક પાણીમાં ડૂબવા લાગતા તેઓ બુમાબુમ કરવા લાગ્યા હતા. જેથી યુવકોની બુમો સાંભળીને રસ્તા પરથી જઈ રહેલા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. અને તેમણે ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે તાત્કાલિક અસરથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને યુવકોને બચાવી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.  ત્યાર 3 યુવકોમાંથી 2 યુવકોને તો ફાયર વિભાગની ટીમે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જો કે, એક યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે મૃતક યુવકના મૃતદેહને ફાયરની ટીમે કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.

નોંધનીય છે કે, પંચમહાલ જિલ્લામાં આવેલા માનગઢ હિલ ખાતે 10 યુવકો ફરવા ગયા હતા. ત્યારે જેમાંથી સંતરામપુર નદીમાં ડૂબી જવાના કારણે 2 યુવકો મૃત્યુ પામ્યા છે. ત્યારે તે બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.