AhmedabadGujarat

સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને પ્રથાઓને બંધ કરાવવા 42 પાટીદાર સમાજની બહેનો આવી આગળ

સામાજિક પ્રસંગોમાં લોકો દેખાદેખીમાં કારણ વગરનો ખર્ચો કરતા હોય છે. ત્યારે સામાજિક પ્રસંગોમાં થતા કારણ વગરના બિનજરૂરી ખર્ચ પર પાટીદાર સમાજે પ્રતિબંધ લગાવ્યો છે. સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને પ્રથાઓ પર પ્રતિબંધ લગાવીને ગુજરાતના 42 લેઉવા પાટીદાર સમાજે પહેલ કરી છે. આ પહેલા પણ ગુજરાતમાં અનેક સમાજોએ સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને પ્રથાઓ પર પ્રતિબંધ મૂકીને સમાજ સુધારા કર્યા છે. ત્યારે હવે 42 લેઉવા પાટીદાર સમાજે પણ સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને પ્રથાઓ પર પ્રતિબંધ લાદીને સમાજમાં સુધારો લાવવાનું નામ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સામાજિક પ્રસંગોમાં થતા એવા પ્રિ વેડિંગ, બેબી શાવર, રિસેપ્શન જેવા બિનજરૂરી ખર્ચ અને પ્રથાઓને 42 લેઉવા બપાટીદાર સમાજની બહેનોએ અટકાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાત તેમજ તે સિવાયના બીજા રાજ્યની મહિલાઓ પણ આ ચળવળમાં જોડાઈ છે. પાટણમાં 28 મેના રોજ સભા યોજીને અંદાજે 3હજાર બહેનો સમાજ સુધારા ચળવળ અંગે શપથ લેશે. 42 લેઉવા પાટીદાર સમાજની બહેનો 65 વર્ષ પછી નવું બંધારણ તૈયાર કરશે.

તમને જણાવી દઈએ કે, ધાનેરામાં પણ 54 ગામના આંજણા ચૌધરી સમાજના આગેવાનોએ સમાજમાં થતા ખોટા ખર્ચને અટકાવવા માટે 21 ઠરાવ કરીને સુધારો કર્યો હતો. જેમાં યુવનોએ ફેશનેબલ દાઢી નહિ રાખવી, લગ્ન પ્રસંગમાં બહારથી પીરસનાર લાવીને ખોટો ખર્ચ કરવો નહીં જેવા અનેક સમાજ સુધારણાના ઠરાવો કર્યા હતા. આમ સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચ ના થાય તે હેતુથી ગુજરાતમાં એક પછી એક સમાજ આગળ આવીને આવા ઠરાવ કરે છે. જે ખૂબ જ આવકારદાયક છે.