GujaratIndiaJamnagarNews

૫ વર્ષ પછી ખૂલ્યો છે જામનગરનો પીરોટન ટાપુ, જાણો પ્રવાસીઓઓએ મુલાકાત માટે શુ કરવું પડશે ?

જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા એવા જોવાલાયક સ્થળો છે,જ્યાં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે,આવું જ કઈક જામનગર નજીક જોવાલાયક સ્થળ છે.જામનગરનુ ફેમસ મરીન નેશનલ પાર્ક,જેમાં પીરોટન ટાપુ આવેલ છે.વધુમાં જણાવીએ તો આ ટાપુ પર જવા માટે છેલ્લા ૪ વર્ષથી પ્રતિબંધ હતો.

હવે જો તમે ત્યા જવાનું વિચારી રહ્યા છો તો તે પહેલા જાણી લો કેટલાક નિયમો.આ ટાપુ લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા ટાપુની આસપાસ દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મરના જંગલ છે.૪ વર્ષ પહેલા એક ધર્મસ્થાન નજીક સરકારી તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવાનો મામલો સામે આવતા વન વિભાગે ત્યા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

રાજ્યના વન વિભાગે આ પ્રતિબંધ દૂર કરી પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સારા સમચાર છે.વન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે,ગાઈડલાઈનના આધારે પ્રવાસીઓને મંજૂરી આપીશું.

૧. પ્રવાસીઓ ટાપુ પર આવે તે પહેલા તેઓએ ૩-૪ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે.૨. વન વિભાગ હવે ફેબ્રુઆરીથી દર મહિને ભરતી અનુસાર તારીખ જાહેર કરશે,જેથી પ્રવાસીઓને પણ આ વાતની જાણ થઈ શકે કે ક્યારે પરવાનગી માટે અરજી કરવી અને કઈ તારીખે ટાપુની મુલાકાત લેવી.

૩. વન વિભાગના જણાવ્યા અનુસાર,દિવસમાં ૧૦૦ થી વધુ લોકોને ટાપુની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ૪. વન વિભાગના જણાવ્યા અનુસાર,મુલાકાતનો સમય સૂર્યોદય-સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે.

૫. વન વિભાગની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને ફક્ત નોંધાયેલ બોટમાં જ ટાપુ પર જવાની મંજૂરી આપવામાં આવશે.સલામતીના કારણોસર કોઈ પ્રવાસીઓને ફિશિંગ બોટમાં ટાપુ પર જવા દેવામાં આવશે નહીં.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે