AhmedabadGujarat

ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર, સૌથી વધુ મોરબીના હળવદનું આવ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GuJCEt 2023 પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ WWW.GSEB.org પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ સવારના નવ વાગે જાહેર કરવામાં આવ્યું હતું.

તેની સાથે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ મોબાઈલ નંબર 6357300971 વોટ્સએપ દ્વારા પણ  વિદ્યાર્થીઓ બેઠક ક્રમાંક મોકલીને પરિણામ પ્રાપ્ત કરી શકશે. જ્યારે આ પરિણામથી 1.26 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયું છે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધો-12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 માં 72,166 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. સૌથી વધુ મોરબીના હળવદનું 90.41 ટકા પરિણામ અને સૌથી ઓછું દાહોદના લીમખેડાનું 22 ટકા પરિણામ રહ્યું છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: બ્રેઈન સ્ટ્રોકના ચિહ્નો મહિનાઓ પહેલા જ દેખાવા લાગે છે, અવગણવાની ભૂલ ન કરો

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલના એકના એક પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સીએમના આજના તમામ કાર્યક્રમો રદ્દ

આ સાથે જ આ વર્ષે 1 લાખ 10 હજાર 382 રેગ્યુલ અને 16 હજાર 395 રીપીટ વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવામાં આવી હતી. જેમાં એ ગ્રુપમાં 40 હજાર 414 અને બી ગ્રુપના 69 હજાર 936 વિધાર્થીઓ રહેલા હતા. પ્રથમ વખત વોટ્સ એપના માધ્યમથી પણ પરિણામ વિદ્યાર્થીઓ જાણી શકે છે. . ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ રેગ્યુલર વિદ્યાથીઓ પૈકી એ ગ્રુપ 40414 અને બી ગ્રુપના 69936 વિધાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ 16395 રીપીટર વિધાથીઓ દ્વારા પણ આ પરીક્ષા આપવામાં આવી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે