ચિંતાજનક સમાચાર: નવા 8 કેસ સાથે અમદાવાદમાં કુલ 31 કેસ, રાજ્યમાં કુલ 82 કેસ
અમદાવાદ:કોરોના ને લઈને અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના માટે અમદાવાદ એપી સેન્ટર બની ગયું છે. આરોગ્ય વિભાગના અગર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે આજે રાજ્યમાં આજે 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામ કેસો અમદાવાદના છે. અમદાવાદ કોરોના માટે હોટસ્પોટ જાહેર થયું છે.
આજના 8 નવકેસ મળીને રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે. જેમાં 67 સ્ટેબલ છે, 03 વેન્ટિલેટર પર છે અને 6ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 19206 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.રાજ્યમાં કુલ 1586 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 82 પોઝિટિવ, 1501 નેગેટિવ આવ્યા છે.
આજે અમદાવાદમાં 8 કેસ આવ્યા તે દર્દીઓની ઉંમર 18 વર્ષ,52 વર્ષ,54 વર્ષ,58 વર્ષ, 45 વર્ષ, 65 વર્ષ, 67 વર્ષ અને 68 વર્ષ જણાવવામાં આવી છે.અમદાવાદમાં કુલ 31 કેસમાંથી 15 વિદેશ પ્રવાસી, 6 આંતરરાજ્ય તેમજ 10 કેસ લોકલ છે.અમદાવાદમાં અત્યારસુધીમાં કુલ 3 લોકોના મોત થઇ ચુક્યા છે.
વધુ વાત કરીએ તો દિલ્હીમાં તબ્લિક જમાતના પ્રોગ્રામમાં અમદાવાદના 29 લોકો ગયા હતા. પોલીસે તમામ ની ઓળખ કરી લીધી છે અને તેમને હોમ ક્વોરન્નટાઇનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે તમામની શોધખોળ કરી હતી અને તેમની પુછપરછ કરી હતી કે તેઓ ક્યાં ક્યાં ગયા હતા કોને કોને મળ્યા હતા. તમામ ના સેમ્પલ લેવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવવાના હજુ બાકી છે.