હાર્દિકની પત્ની કિંજલે બેઠકમાં કહ્યું કે, હાર્દિક 20 દિવસથી ઘરે નથી આવ્યો, પાસ કન્વીનરોએ ફરી આંદોલનની ચીમકી આપી
આજે અમદાવાદમાં પાસ કન્વીનરોની બેઠક યોજવામાં આવી હતી. હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર થયેલા કેસ પાછા લેવા માટે આ બેઠકનું આયોજન કરાવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ સહીત ના કન્વીનરો હાજર રહયા હતા.
બેઠકમાં હાર્દિકના પત્ની કિંજલ પટેલ પણ હાજર હતા. તેમણે કહ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજી 50 ટકા સફળતા મેળવવાની બાકી છે. યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. કિંજલે કહ્યું કે, હાર્દિક 18 જાન્યુઆરીથી ઘરે નથી આવ્યો. આપણે ભાજપ-કોંગ્રેસ છોડીને કામ કરવું જોઈએ.
બેઠકમાં પાસે જણાવ્યું કે,એક 2015નો કેસ છે જે વસ્ત્રાપુરમાં કેસ થયો તો પછી બીજી જગ્યાએ એ વ્યક્તિ ક્યાંથી હોય? સરકાર ફરી એક્શન લઇ રહી છે.હાર્દિકને અટકાવવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા એ કહ્યું કે, પાટીદાર યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા માટે દરેક જિલ્લામાં આવેદનો અપાશે. સરકારે કેસ પાછા ન ખેંચવા હોય તો જાહેર કરે.આમ પાટીદારો ફરી આક્રમકઃ મૂડમાં આવતા સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.