ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવા રવાના: 35 કલાકમાં 3 રાજ્યોની મુલાકાત લેશે, જાણો આખો કાર્યક્રમ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. તે આજે 11.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રમ્પ તેના પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વિમાન જર્મનીના રેમ્મેસ્ટન એરબેઝમાંથી ભારત જવા માટે રવાના થયું છે. તેમનો આગળનો સ્ટોપ ભારત હશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે ‘હું ભારતના લોકોને મળવા ઉત્સુક છું, અમે લાખો લોકોને મળીશું. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રેમ કરું છું, પીએમ મોદી મારા મિત્ર છે.પીએમ મોદીએ કહ્યું છે કે આ આજ સુધીની સૌથી મોટી ઇવેન્ટ હશે. હું આશા રાખું છું કે ભારત પ્રવાસ ખૂબ મોટી ઇવેન્ટ હશે. ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનીયા, પુત્રી ઇવાંકા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર સાથે ભારતની મુલાકાતે આવવાના છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો (ભારત અને અમેરિકા) વચ્ચેના સંબંધો આપણા સામાન્ય મૂલ્યો અને લોકશાહી પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે.
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ અને ત્યારબાદ નવી દિલ્હીથી આગ્રા પહોંચવાના છે, પરંતુ તે ગુલાબી શહેર જયપુરની પણ મુલાકાત લઈ શકે છે. આ માટે જયપુર એરપોર્ટ પણ તૈયાર છે. ટ્રમ્પ માટે જયપુર પહોંચવા માટે કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી, પરંતુ જો દિલ્હી, અમદાવાદ અને આગ્રા પ્રવાસ દરમિયાન બે દિવસમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો અમેરિકન રાષ્ટ્રપતિ જયપુર જઈ શકે છે.
11.40 સવારે: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સવારે 11.40 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરશે.
12.15 pm: ટ્રમ્પ બપોરે 12.15 વાગ્યે સાબરમતી આશ્રમ પહોંચશે. 01.05 pm: અમદાવાદના મોટ્ટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાને સવારે 7 વાગ્યા સુધી એન્ટ્રી કરવા અપીલ કરવામાં આવી છે.
3.30 વાગ્યે: ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા જવા રવાના થશે. 04.45 વાગ્યે: યુએસ રાષ્ટ્રપતિ આગ્રા એરફોર્સ સ્ટેશન પહોંચશે. 05.15 pm વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ તેની પત્ની સાથે તાજમહેલ જોવા જશે. 06.45 વાગ્યે તેઓ આગ્રાથી દિલ્હી જવા રવાના થશે.07.30 વાગ્યે તેઓ પાલમ એરફોર્સ સ્ટેશન, દિલ્હી પહોંચશે.
25 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન જશે. અહીં ભવ્ય ઉજવણી થવાની છે.બાદમાં સવારે 10.30 વાગ્યે રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાશે. 11 વાગ્યે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસ પહોંચશે. અહીં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.ટ્રમ્પ સાંજે 7.30 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને રાત્રે 10 વાગ્યે વાયા જર્મની અમેરિકા જવા રવાના થશે.