PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, રવિવારથી તેઓ સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યા છે

PM Modi To Quit Twitter, Facebook

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.તેમણે ટ્વીટ કરીને સંકેત આપ્યો કે તેઓ આવતા રવિવારે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબને છોડી શકે છે.સોશિયલ મીડિયા લોકો અટકળો લગાવી રહ્યા છે કે પીએમ મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે.

આપને જાણવી દઈએ કે પીએમ મોદીના ટ્વીટર પર 53.5 મિલિયન ફોલોઅર્સ છે તેમજ ફેસબુક પર 44 મિલિયન ફોલોઅર્સ છે.પીએમ મોદી દુનિયાના એકમાત્ર લીડર છે જેના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ છે.હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા પ્રધાનમંત્રી એ અચાનક આવું ટ્વીટ કેમ કર્યું તે પણ લોકો વિચારી રહયા છે.

હાલ તેમના સમર્થકો તેમને સોશિયલ મીડિયા ન છોડવા કહી રહયા છે.ઘણા લોકોએ ટ્વીટ કર્યું કે તેઓ મોદીજીના લીધે જ ટ્વીટર પર આવ્યા છે.તો કોઈએ વિરોધ કરતા કહ્યું કે રાજીનામુ પણ આપી દો.